વિદ્યાર્થીઓને હાલાકી:ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિ.ના 14 તબીબોની પોરબંદર ખાતે બદલી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાલી જગ્યાઓ પર નવો સ્ટાફ ન મૂકાતા દર્દીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી પડશે

ધારપુર મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાંથી 14 તબીબોની GMERS દ્વારા પોરબંદર ખાતે નવીન બનેલ મેડિકલ કોલેજ ખાતે તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવતા તબીબોને અહીંયા જગ્યાઓ ખાલી પડતાં કોલેજમાં વિધાર્થીઓને અભ્યાસ અને હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે સ્ટાફની ઘટને લઈ હાલાકી પડી રહી છે.

ધારપુર સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ માં ફરજ બજાવતા તબીબ અને તબીબી શિક્ષકો મળી 14 તબીબ ની જી.એમ. ઇ. આર. એસ દ્વારા પોરબંદર મેડિકલ કોલેજ ખાતે તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવતા ધારપુર માંથી 26 જુલાઇના રોજથી ફરજ માંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.14 તબીબોનો સ્ટાફ એકસાથે પોરબંદર ખાતે બદલી થઈને જતા ધારપુરમાં સ્ટાફની ઘટ ઊભી થતાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલી ઊભી થવા પામી છે.

ઇન્સ્પેકશનને લઈ સ્ટાફ મુકાયો હોય ટુંક સમયમાં પરત આવશે : ડીન
આ બાબતે ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ.યોગેશાનંદ ગોસ્વામીએ જણાવ્યુ હતું કે સ્ટાફની બદલીમાં નવો સ્ટાફ મૂકવામાં આવેલ નથી જેને લઇ ખાલી પડેલ જગ્યાઓ ઉપર અન્ય તબીબોને તેમની કામગીરી સોંપવામાં આવી છે. મેડિકલ કોલેજમાં પણ અન્ય સ્ટાફ હોય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. થોડા સમય માટે જ આ સ્ટાફ પોરબંદર ખાતે ગયો હોય ઇન્સ્પેક્શન પૂર્ણ થતા ડેપ્યુટેશન ઉપરથી પરત આવશે. એક સપ્તાહ જેટલો સમય જ સ્ટાફને લઈ થોડી અગવડ ઊભી થશે પરંતુ તેના માટે વ્યવસ્થા કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...