તાલીમ:પાટણ નગર પાલિકા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અવરનેશ અંગેની તાલીમ યોજાઈ

પાટણ21 દિવસ પહેલા
  • આગની ઘટાનામાં ફાયર સેફ્ટીનો કેવી રીતે ઉપયોગ કરવો તેની તાલીમ આપવામાં આવી
  • ફાયર ફાયટરની ટીમના કર્મચારીઓ દ્વારા આગનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ

પાટણ યુનિવર્સિટીના કિલાચંદ રંગભવન ખાતે નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ દ્વારા આકસ્મિક આગ લાગે ત્યારે ફાયર સેફટીનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની યુનિવર્સિટીના કર્મચારીઓની એક દિવસીય તાલીમ શીબીર યોજાઈ હતી.

સમગ્ર રાજયભરમાં શૈક્ષણિક સંકુલો, ટયુશન કલાસીસ અને હોસ્પિટલોમાં બનતી આકસ્મિક આગ લાગવાની ઘટનાઓને લઇ મોટી જાનહાની થતી હોય છે. ત્યારે આવા સમયે ફાયર સેફટીનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે શૈક્ષણિક સંકુલોના કર્મચારીઓ તેની તાલીમથી અજાણ હોય છે. જેને કારણે આગને કાબુમાં લેવાતી નથી. ત્યારે પાટણ નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમ દ્વારા યુનિવર્સિટીના રંગભવન ખાતે વહીવટીભવનના કર્મચારીઓ માટે ફાયર સેફટી અવરનેશ અંગેની તાલીમ શીબીર યોજાઈ હતી.

આ શીબીરમાં નગરપાલિકા ફાયર ફાયટર ટીમના અશ્વિનભાઇએ ઉપસ્થિત કર્મચારીઓને આગ કેવી રીતે લાગે છે તે અંગેની માહિતી આપી હતી અને આ આગને કાબુમાં લેવા માટે ફાયર સેફટીનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ નગરપાલિકાની ફાયર ફાયટરની ટીમના કર્મચારીઓ દ્વારા આગનું લાઇવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતું. આ આગને કાબુમાં લેવા માટે ફાયર સેફટીના સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે દરેક કર્મચારીને ફાયર સેફટીનું સાધન આપી આગની વિરુધ્ધ દિશામાં ઉભા રહી આગને ઓલવવાની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ શીબીરમાં વહીવટીભવન, ગ્રંથાલય સહિત અન્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા..

અન્ય સમાચારો પણ છે...