તાલીમ:બાગાયત કચેરી દ્વારા મહિલાઓની અર્બન હોર્ટીક્લચરની તાલીમ યોજાઈ

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 50 જેટલી મહિલાઓ તાલીમમાં જોડાઈ, તમામને પ્રમાણપત્રો અપાયાં

પાટણ જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી અને ખેડૂત તાલીમ કેન્દ્ર (આત્મા) દ્વારા સંયુક્ત ઉપક્રમે 50 મહિલાઓની અર્બન હોર્ટીક્લચર તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમનું લોન્ચિંગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ શહેરની મહિલાઓએ ભાગ લીધો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાથી આવેલ હિનાબેન પટેલ દ્વારા ફળ પાકોની વિવિધ બનાવટો જામ, જેલી, શરબત, શાકભાજીના વિવિધ અથાણાં વિશેની તાલીમ આપી હતી. પાટણ નાયબ બાગાયત નિયામક એમ.બી.ગાલવાડીયા દ્વારા મહિલાઓને કિચન ગાર્ડનની માહિતી આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેડૂત તાલીમ કેન્દ્ર (આત્મા ) દ્વારા મધમાખી ઉછેરની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં તન્વીબેન પટેલ દ્વારા મધમાખીનું ઉત્પાદન કેવી રીતે કરવું અને જાળવણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા મધમાખીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું હતું. તેમજ નાયબ ખેતી નિયામક મયુરભાઈ પટેલે તાલીમ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.