તાલીમ:પાટણની કે.ડી.પોલીટેકનિક કોલેજ ખાતે મતદાન મથક સ્ટાફની તાલીમ યોજાઈ

પાટણ23 દિવસ પહેલા

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.3.11.2022 ના રોજ ચૂંટણી જાહેર કર્યા બાદ રાજ્યભરમાં વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.પાટણ જિલ્લામાં તા.5.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. આજરોજ પાટણની કે.ડી. પોલીટેકનિક કોલેજ ખાતે આજરોજ મતદાન મથક સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમમાં શહેર તેમજ ગ્રામીણ વિસ્તારના મતદાન મથકોના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.

રાજ્યમાં તા.01.12.2022 અને તા.05.12.2022 દરમિયાન પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન થશે. તેમજ તા.08.12.2022 ના રોજ મતગણતરી હાથ ધરાશે. પાટણ જિલ્લાની વાત કરીએ તો તા.05.12.2022ના બીજા તબક્કામાં મતદાન થશે. આવનારા સમયમાં મતદાન થવાનું છે ત્યારે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને પ્રક્રિયામાં કોઈ પણ જાતની ખલેલ ન પહોંચે તે માટે મતદાન મથક સ્ટાફની તાલીમનું આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે.

આજરોજ પાટણની કે.ડી.પોલીટેકનીક કોલેજ ખાતે શહેર તેમજ ગ્રામીણ વિસ્તારના મતદાન મથકોના સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તેઓને મતદાન પ્રક્રિયા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આજરોજ આયોજિત મતદાન મથકના સ્ટાફની તાલીમમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદાન મથકોના સ્ટાફને મતદાન અંગેની, EVM અને VVPAT અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં સમગ્ર મતદાન પ્રક્રિયા કઈ રીતે કરવી, મતદાન પ્રક્રિયા વખતે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ મતદાન પ્રક્રિયા બાદ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

મતદાતાઓની ઓળખ, તેના પૂરાવાઓની ચકાસણી, મતદારયાદીમાં તેના નામ સંબધિત જાણકારી, તેમજ મતદાન થયા બાદ મતદાતાની આંગળી પર ટપકુ કઈ રીતે કરવી તે તમામ કામગીરી અંગે ઝીણવટ પૂર્વક તાલીમ આપવામાં આવી હતી.

મતદાનની તાલીમ સમયે ઉપસ્થિત મતદાન મથક સ્ટાફે મતદાન કરવા માટે લોકોને અપીલ કરતા કહ્યુ હતુ કે, અમે ટ્રેનિંગ લઈને આપના શહેર/ગામમાં મતદાનની પ્રક્રિયા માટે આવી રહ્યા છીએ આપ પણ તૈયાર રહો અને વધુ વધુ મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવો.

તાલીમ દરમિયાન ઉપસ્થિત નાયબ કલેક્ટર અને નોડલ ઓફિસર સંજય ચૌધરીએ જણાવ્યું હતુ કે,આજે પાટણમાં મતદાન મથકના સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તાલીમ આવતીકાલે પણ યોજાશે. આજની તાલીમમાં 480 જેટલા પ્રિસાઈડીંગ ઓફિસર્સ, 358 જેટલા પોલીંગ સ્ટાફ, અને 700 જેટલા પ્રિમિયમ પોલીંગ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમનો લાભ લીધો હતો. આવતીકાલે પણ આ જ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મતદાન પ્રક્રિયા દરમિયાન ધ્યાન રાખવાની તમામ બાબતોની સમજણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...