વિધાનસભા ચૂંટણી:પાટણ જિલ્લામાં ચાર વિધાનસભા મતવિસ્તારમાં 12 અને 13 નવેમ્બરે પોલિંગ સ્ટાફની તાલીમ યોજાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી લગતની કામગીરીમાં વ્યસ્ત સરકારની આવશ્યક સેવાઓના અધિકારીઓ-કર્મચારીઓ અને સંરક્ષણ જેવી સેવાઓમાં રોકાયેલા જવાનો માટે મતદાન કરવા માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે અનુસંધાને પાટણ જિલ્લા વહીવટી ચૂંટણીતંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકારની આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા અને ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ કે જેઓ મતદાન કરવા માટે મતદાન બુથ પર જઇ શકતા નથી ત્યારે આવા કર્મચારીઓ અને અધિકારીઓ માટે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક વિસ્તારમાં પોસ્ટલ વોટીંગ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરીને પાટણ ચૂંટણી શાખા દ્વારા અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

15 મી ગુજરાત વિધાનસભા ચૂંટણીના લોકઉત્સવમાં ચૂંટણી લગતની કામગીરી માટે સરકારની આવશ્યક સેવાઓ જેવી કે, રેલવે, ટેલીફોન, યુજીવીસીએલ, માર્ગ પરીવહન વિભાગ, પોલીસ સહિત સંરક્ષણ સેવાઓ સાથે સંકળાયેલા જિલ્લાના અવ્યાસયક સેવાઓ સાથે જોડાયેલા તેમજ પોલિંગ સ્ટાફ માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 713 સર્વિસ વોટરો માટે ઇ ટી પી બી એસ ના માધ્યમ થી પોસ્ટલ મત પહોંચતા કરવામાં આવશે. આ ઉપરાંત પાટણ જિલ્લાની ચાર વિધાનસભાની બેઠકો પર યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને પાટણ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પાટણ વિધાનસભા વિસ્તારમાં કે.ડી.પોલીટેકનીકલ ખાતે પોસ્ટલ વોર્મીંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જયારે સિધ્ધપુરમાં હોમીયોપેથીક હોસ્પિટલ, રાધનપુરમાં મોડેલ સ્કૂલ, ચાણસ્મા વિધાનસભામાં કે.ડી.પટેલ આઇટીઆઇ ખાતે પોસ્ટલ વોર્મીંગ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો સાથે સાથે ચૂંટણી દરમ્યાન મતદાન પોલીંગ સટાફની પ્રથમ તાલીમનો પ્રારંભ આવતી કાલ થી કરવામાં આવશે. જેમાં પોસ્ટલ બેલેટ તૈયાર કરવા તેમજ ઇવીએમ હેન્ડઓન તાલીમ આપવામાં આવી રહી આવશે. અવસર કેમ્પીયન અંતર્ગત મતદાન જાગૃતિ અંગેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. આમ પાટણ વિધાનસભાની ચાર બેઠકો પર યોજાનાર ચૂંટણીલગતની તમામ કામગીરીઓને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ગતિવિધીઓ આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...