તાલીમ:પાટણમાં જનરલ ઓબઝર્વર્સની અધ્યક્ષતામાં માઈક્રો ઓબઝરવર્સની તાલીમ યોજાઈ

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. પાટણ જિલ્લામાં તા.5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. તેથી ચૂંટણી પ્રક્રિયા પર સતત વોચ રાખવા માટે આવેલ ઓબઝર્વરઓ દ્વારા ચૂંટણીલક્ષી બેઠકો અને તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જ જિલ્લામાં હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજરોજ પાટણની કે.ડી પોલીટેકનીક કોલેજ ખાતે જનરલ ઓબઝર્વરઓ દ્વ્રારા માઈક્રો ઓબઝર્વર્સની સાથે તાલીમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં માઈક્રો ઓબઝર્વર્સે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું, તદઉપરાંત મતદાનના દિવસે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું આ તમામ બાબતોની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

જિલ્લામાં હાલમાં કુલ પાંચ જનરલ ઓબઝર્વર્સનું આગમન થયું છે. આ પાંચ જનરલ ઓબઝર્વર્સ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર વોચ રાખશે. આજરોજ પાટણની કે.ડી.પોલીટેકનીક કોલેજ ખાતે માઈક્રો ઓબઝર્વર્સની તાલીમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 200 જેટલા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ બેઠકમાં મતદાન મથક પર ઉબલબ્ધ સુવિધાઓ, મતદાન મથક પર મતદાનની પ્રક્રિયા, મોકપોલની પ્રક્રિયા, મતદાન મથકની ગોઠવણી, મતદાનના દિવસે આદર્શ આચારસંહિતાનું પાલન, મતદાન મથક પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી, મતદાન મથકે મતદારોની ઓળખાણની પ્રક્રિયા, વગેરે જેવી બાબતો પર વિસ્તૃત ચર્ચા દ્વારા માઈક્રો ઓબઝર્વર્સને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

આજની આ તાલીમમાં ઈ.વી.એમ. વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ઈ.વી.એમ. કંઈ રીતે કામગીરી કરે છે, ઈ.વી.એમ.માં કઈ તકલીફ સર્જાય તો તેની કામગીરી કઈ રીતે કરી શકાય વગેરે જેવી બાબતોની ઝીણવટપૂર્વકની ચર્ચા આજના તાલીમમાં કરવામાં આવી હતી. જનરલ ઓબઝર્વર્સ દ્વારા માઈક્રો ઓબઝર્વર્સની તાલીમ દરમિયાન પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવ્યા હતા.

આજરોજ માઈક્રો ઓબઝર્વર્સની તાલીમ બેઠકમાં જનરલ ઓબઝર્વર ભાસ્કર કટામ્નેની, પબ્રિતા રામ ખૌંડ, ખર્ચ ઓબઝર્વર સુસાંતા મિશ્રા અને સર્વેશસિંઘે હાજર રહીને ચૂંટણીલક્ષી તમામ બાબતો તેમજ મતદાનના દિવસે ધ્યાન રાખવાની મહત્વની તમામ બાબતોનું જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...