તાલીમ વર્ગ:પાટણમાં પ્રજાપતિ છાત્રાલયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોના તાલીમ વર્ગ શરૂ કરાયાં

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 70 જેટલા ઉમેદવારો તાલીમ વર્ગમાં જોડાયા

પાટણ ખાતે પ્રજાપતિ છાત્રાલયમાં પ્રજાપતિ સમાજના જરૂરિયાતમંદ યુવક-યુવતીઓ ફક્ત ટોકન ફી માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ યોગ્ય રીતે કરી શકે તે માટે તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ દિવસે 70 જેટલા ઉમેદવારો તાલીમ વર્ગમાં જોડાયા હતા.

શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ અને શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના સહયોગથી પાટણ ટીબી ત્રણ રસ્તા પર આવેલ પ્રજાપતિ છાત્રાલયમાં સમાજના યુવાનો અને યુવતીઓ માટે ટોકન ફી થી સ્પર્ધાત્મક પરિક્ષા માટે ના તાલીમ વર્ગનો આરંભ કરાયો છે. સંસ્થાના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉત્તર ગુજરાતના પ્રભારી સૂર્યકાન્તભાઇ પ્રજાપતિ, સંસ્થાના મંત્રી તેમજ ગોવિંદભાઇ પ્રજાપતિ પત્રકાર વગેરે સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા હતા.પ્રથમ દિવસે પાટણ તેમજ આજુબાજુ ના 70 જેટલા તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. સંચાલક કૌશિકભાઇ પ્રજાપતિ એ તાલીમવર્ગ વિશે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...