દુર્ઘટના:સિધાડા નજીક ટેન્કર સાથે અથડાતાં ટ્રેલઇર ચાલક કેબિનમાં દબાતાં મોત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાંતલપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સાંતલપુર તાલુકાના સિધાડા ગામ નજીક હાઇવે પર ટ્રેઇલર અને ટેન્કર વચ્ચે ગુરૂવાર સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલરનો ચાલક, ટેન્કરના પાછળના ભાગે કેબિનમાં દબાઈ જતાં ફસાઈ ગયો હતો તેને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. જોકે તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે સાંતલપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજસ્થાનના બિકાનેરથી ટ્રેઇલર જી.જે.12 વાય 9229 લઈને જાટ હરખારામ જવાહરરામ પાઉડરનો માલ ભરી ગાંધીધામ કચ્છ ખાતે જવા માટે બુધવારે રાત્રે નીકળ્યા હતા. ત્યારે ગુરૂવાર વહેલી સવારે સાંતલપુર તાલુકાના સીધાડા ખાતે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કરના પાછળના ભાગે અથડાતાં તેના કેબિનમાં ચાલક ફસાઈ ગયો હતો.

ભારે જહેમત બાદ તેને બહાર કાઢી 108ની મદદથી સાંતલપુર હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પીએમ કરી અંતિમવિધિ માટે વાલીવારસોને સોંપ્યો હતો. સાંતલપુર પોલીસ મથકના પી.એસ.આઇ ડી.કે. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...