તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:પાટણના નાનીસરાય વિસ્તારના રાધાકૃષ્ણ મંદિરે સાતમની મધ્યરાત્રે જન્માષ્ટમી ઊજવવાની પરંપરા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે મધ્યરાત્રે આઠમ બેસતાં જન્માષ્ટમી ઉજવાશે,આઠમની રાત્રે પણ આરતી કરાશે

સમગ્ર ગુજરાત અને દેશભરમાં જન્માષ્ટમી મહોત્સવ શ્રાવણ વદ આઠમની રાત્રે ઉજવવામાં આવે છે ત્યારે પાટણના નાનીસરાય વિસ્તાર ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં શ્રાવણ વદ સાતમની મધ્યરાત્રીએ ભગવાનને પારણે ઝુલાવવાની પરંપરા ચાલી રહી છે. રાજ્યમાં અને દેશમાં આવું આ એક માત્ર મંદિર હોવાનું સ્થાનિક કોર્પોરેટર બીપીનભાઈ પરમારે દાવા સાથે જણાવ્યુ હતું.

નાની સરાય ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરમાં રવિવારે શ્રાવણ વદ સાતમની રાત્રે 12:00 કલાકે આઠમ બેસતાં ભગવાન કૃષ્ણને સ્નાન કરાવી રાધા કૃષ્ણને સોના-ચાંદીના આભૂષણ અને શણગાર કરવામાં આવશે. તેમજ ઢોલ નગારા સાથે આરતી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને પારણામાં બેસાડી ઝૂલાવવામાં આવશે. જેનો લ્હાવો આખા મહોલ્લાના લોકો લેશે. આઠમના રોજ સવારે 9:00 આરતી માટે ઉછવણી કરવામાં આવશે. આઠમની રાત્રે બાર વાગે ભગવાનના જન્મ સમયે પણ આરતી કરવામાં આવશે અને પારણું ઝૂલાવવામાં આવશે. નોમના રોજ બપોરે મહાપ્રસાદ રાખવામાં આવશે.

વિસ્તારના સામાજિક અગ્રણી ,કોર્પોરેટર બીપીનભાઈ પરમાર ના જણાવ્યા મુજબ શહેરમાં આ જૂનામાં જૂનું મંદિર ગણાય છે જ્યાં પાછલી ઘણી પેઢીઓથી આ રીતે જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવે છે. મંદિરમાં પૂજ્ય રામપુરીબાપુ અને ખેંગાર સ્વામીની સમાધિ આવેલી છે જ્યારે ભીખનશાપીરની સમાધી સરાય ચોકમાં આવેલી છે. 300 વર્ષ અગાઉ વંશવેલો આગળ વધતો ન હતો ત્યારે ભીખનશા પીરે વ્યસન ન કરવાનું વચન માંગ્યું હતું ત્યારથી અમારા નાની સરાયના એક જ બાપના વસ્તારમાં વ્યસન કરાતું નથી. હાલમાં 108 ઘર ઉબરા છે જેમાં કોઈ વ્યસન કરતું નથી.

અન્ય સમાચારો પણ છે...