ચાઈનીઝ દોરી ઝડપાઇ:રાધનપુરમાં ચાઇનીઝ દોરી સાથે વેપારીની અટકાયત, અમદાવાદથી મંગાવેલા પાર્સલમાંથી દોરી મળી હતી

પાટણ7 મહિનો પહેલા
  • વેપારીએ ખુદ પોલીસને જાણ કરી, પરંતુ દોરી તેની જ નિકળી

ઉત્તરાયણ પર્વમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને વિતરણ ઉપર પ્રતિબંધ હોવા છતાં પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાઈનીઝ દોરીના પાર્સલો આવતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે રાધનપુરમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. રાધનપુરમાં એક પટણી વેપારીએ અમદાવાદથી દોરી મંગાવી હતી. જેમાં ચાઈનીઝ દોરી પણ આવતાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં તે વેપારીએ જ દોરી મંગાવ્યું હોવાનું સામે આવતાં પોલીસે અટકાયત કરી હતી.

રાધનપુર શહેરના મુખ્ય બજારમાં પતંગ દોરીના વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદભાઈ પતંગવાળાએ વિજયલક્ષ્મી ટ્રાન્સપોર્ટમાં અમદાવાદના કાલુપુર ખાતે આવેલા શિવમ ટ્રેડર્સમાંથી પતંગ દોરીનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. જેમાં ચાઈનીઝ દોરીનું પણ એક પાર્સલ સપ્લાય કરવામાં આવ્યુ હતું.

આ પતંગદોરીનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે રાધનપુર ખાતે આવતા પાર્સલમાંથી ચાઈનીઝ દોરીનું પાર્સલ મળી આવ્યું હતું, પરંતુ આ પટણી વેપારીએ છટક બારી ગોઠવી આ પાર્સલ મારુ નથી તેમ કહી પોલીસને જાણ કરી હતી. ત્યારે રાધનપુર પોલીસે આ પાર્સલ કયાંથી અને કોને મંગાવ્યુ છે તેની સઘન તપાસ હાથ ધરતા આખરે આ વેપારીનું જ નામ સામે આવ્યું હતુ. જેથી પોલીસે વેપારી વિનોદ દેવીપૂજકની અટકાયત કરી તપાસના વધુ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...