તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પાટણમાં વ્યવસાયિક વેરામાં આંશિક રાહત આપવા વેપારીઓએ માંગ કરી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર માફ કરે તો જ પાલિકા રાહત આપે : સી.ઓ

પાટણમાં કોરોનાકાળમાં લોકડાઉન બાદ તાજેતરમાં જ ધંધા-રોજગાર શરૂ થતાં બજારમાં તેજી ન હોઈ પાલિકા દ્વારા વેપારીઓને આપવામાં આવતા વ્યસાયિક વેરામાં થોડી રાહત આપવામાં આવે તેવી પાલિકા સમક્ષ વેપારીઓએ માંગ કરી છે. પાટણમાં પ્રથમ લહેર બાદ બીજી લહેરમમાં પણ મોટાભાગના ધંધા-રોજગાર બંધ હોઈ બજારોમાં દુકાનો બંધ રહેવા છતાં કેટલાક વેપારીઓને ભાડાઓ ભરવા પડ્યા છે. ત્યારે ફરી ધીમે ધીમે બજારો ખુલતા હજુ ઘરાકી ન જામતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે.

જેથી પાલિકા દ્વારા આપવામાં આવી રહેલ વ્યવસાયિક વેરાઓ સમયસર ન ભરી શકતા કોમ્યુટરમાં વેરાની રકમ ન સ્વીકારી પેનલ્ટી ભરવી પડતી હોવાથી વેપારીઓને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.જેથી વ્યવસાયિક વેરામાં આંશિક રાહત આપવામાં આવે અથવા ભરવાની મુદતના સમયગાળામાં વધુ સમય ફાળવી રાહત આપવા આવે તેવી વેપારીઓ દ્વારા રજૂઆત કરાઇ હતી. ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીશેષ કોઈ વ્યવસાયિક વેરામાં રાહત આપવા માટેની જાહેરાત કરાઈ નથી.પાલિકા દ્વારા વેરા અંગે કોઈ નિર્ણય લઈ શકાતો નથી. સરકાર નિર્ણય લે તો જ શક્ય બને છે.

અન્ય સમાચારો પણ છે...