હાલાકી:પાટણમાં સરદાર કોમ્પલેક્ષના પાછળના માર્ગમાં ગંદા પાણીથી વેપારીઓ પરેશાન

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં રજૂઆતો કરવા છતાં એક માસથી કામ થતું નથી
  • ગંદા પાણીથી ગ્રાહકોની અવર જવર ઘટતાં વેપારીઓના ધંધા પર અસર

પાટણની સિદ્ધપુર ઉપર આવેલ સરદાર કોમ્પલેક્ષના પાછળના ભાગે આવેલા બી ડિવિઝન અને નવીન બસ સ્ટેન્ડ જવાનો મુખ્ય માર્ગ ઉપર છેલ્લા એક માસથી વરસાદી પાણી ભરાતાં અનેક રજુઆત છતાં પાલિકા દ્વારા કોઈ નિકાલ કરવામાં ન આવતા પાણી ખૂબ જ પ્રદૂષિત બન્યું છે. પાણીમાં ઉલ વળતા મચ્છરોનો ભારે ઉપદ્રવ થતાં નજીકની 30થી વધુ દુકાનોમાં વેપારીઓ પરેશાન થયા છે.

માર્ગ પાણીથી ભરચક ભરાયેલો હોય પ્રસાર થવા માટે કોઈ રસ્તો જ ના હોય ગ્રાહકોની અવરજવર બંધ થતાં ધંધાને પણ તેની માઠી અસર થતાં વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...