કમોસમી વરસાદ:ખેતપેદાશો પલડે નહીં તે માટે પાટણ યાર્ડમાં વેપારીઓએ તાડપત્રી ઢાંકી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદી માહોલના કારણ ખેડૂતોની પાંખી હાજરી રહેતા પાટણ માર્કેટ યાર્ડ સુમસાન બની ગયું હતું અને ખેતપેદાશો ની બોરીઓ પર પ્લાસ્ટિકથી ઢાંકી દેવા પડ્યા હતા - Divya Bhaskar
વરસાદી માહોલના કારણ ખેડૂતોની પાંખી હાજરી રહેતા પાટણ માર્કેટ યાર્ડ સુમસાન બની ગયું હતું અને ખેતપેદાશો ની બોરીઓ પર પ્લાસ્ટિકથી ઢાંકી દેવા પડ્યા હતા
  • માર્કેટયાર્ડમાં ખેતપેદાશો માત્ર 20 ટકા જ આવી

પાટણ શહેર સહિત જિલ્લામા વહેલી સવારથી છુટોછવાયો ઝરમર વરસાદ શરૂ થતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ છવાયો હતો.જોકે વરસાદી માહોલના કારણે ખેતપેદાશો પલડે નહીં તે માટે વેપારીઓએ પ્લાસ્ટિક ઢાંકી દેવા પડ્યા હતા.વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે ગુરુવારે પાટણ માર્કેટયાર્ડમાં ખેતપેદાશોનો માત્ર 20 ટકા જથ્થો વેચાણ માટે જથ્થો આવ્યો હતો જીરુની 75 બોરી, એરંડાની 788, તલની એક, અજમાની 4,ઘઉંની 48 બાજરીની 36 અને અડદની 44 બોરીનો જથ્થો આવ્યો હતો. જ્યારે કપાસનો 648 મણની આવક થઇ હતી. પાટણ સહિત આસપાસના અન્ય માર્કેટયાર્ડોમાં પણ ખેત પેદાશોની આવકનું પ્રમાણ મર્યાદિત રહ્યું હતું.

આ અંગે માર્કેટયાર્ડના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વરસાદી વાતાવરણના કારણે ખેતપેદાશોનો માત્ર 20 ટકા જ જથ્થો આવ્યો છે. હવે ગંજ બજારમાં શેડની વ્યવસ્થા થઈ ગઈ છે એટલે શુક્રવારે પણ માર્કેટયાર્ડ ચાલુ રહેશે અને રાબેતા મુજબ ખરીદી કરાશે.

અન્ય સમાચારો પણ છે...