નવી ભેટ!:પાટણવાસીઓને દિવાળી પહેલાં બીજા નવા ઓવરબ્રિજની ભેટ મળે તેવી સંભાવના

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ વાસીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. ઉજાસના પર્વ દિપાવલી પૂર્વે પાટણના મુખ્ય પ્રવેશદ્વાર પાસે નિર્માણ થઈ રહેલા બીજા ઓવરબ્રિજની અમૂલ્ય ભેટ પાટણ વાસીઓને દિવાળી પૂર્વે જ આપવામાં આવશે. તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી
કરોડો રુપિયાના ખર્ચે પાટણ સિધ્ધપુર ચાર રસ્તાથી ચાણસ્મા અને ડીસા હાઈવેને જોડતા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. ત્યારે પાટણના વિકાસમાં નવીન ઓવરબ્રિજનું બીજું મોરપીંછ પાટણવાસીઓ માટે આશીર્વાદરુપ બની રહેશે.

ઓવરબ્રિજ બનાવવા 27 કરોડની વહીવટી મંજૂરી આપી હતી
પાટણ, સિદ્ધપુર -ચાણસ્મા અને ડીસા હાઈવેને જોડતો પાટણમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશદ્વાર પર અગાઉ ભારે વાહનોની આવન-જાવનને લઈ ટ્રાફીકની ખૂબ સમસ્યા સર્જાતી હતી. તો આ માર્ગ પર આંતરે દિવસે નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી. ગોલ્ડન બ્રિજના નિર્માણ બાદ સિધ્ધપુર ચાર રસ્તાના સર્કલ પાસે સર્જાતી ટ્રાફીક સમસ્યાને હલ કરવા આ માર્ગ ૫૨ ઓવરબ્રિજ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારે સરકારે સિધ્ધપુર ચાર રસ્તાથી ચાણસ્મા અને ડીસા હાઈવેને જોડતા માર્ગ પર ઓવરબ્રિજ બનાવવા માટે રુપિયા 27 કરોડની વહીવટી મંજુરી આપ્યા બાદ બ્રિજની કામગીરી શરુ કરવામાં આવી હતી.

ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરે
આ બ્રિજને 18 મહિનાની અંદર પૂર્ણ કરવાની અવધિ આપવામાં આવી હતી. ત્યારે 700 મીટર લાંબો અને 15 મીટર પહોળો ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરુ કરવામાં આવી હતી. હાલમાં ઓવરબ્રિજની કામગીરી લગભગ પૂર્ણતાના આરે પહોંચી છે.

સી.એમના હસ્તે ઓવરબ્રિજ ખુલ્લો મુકાશે
બ્રિજ પર ડામર રોડની માત્ર પેવરીંગ કામગીરી જ ચાલી રહી છે. ત્યારે આગામી દિપાવલીના તહેવારો પૂર્વે પાટણવાસીઓને બીજા નવીન ઓવરબ્રિજની અમૂલ્ય ભેટ મળે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. આગામી 15મીએ સી.એમના હસ્તે આ ઓવરબ્રિજ ખુલ્લો મુકાશે.

અન્ય સમાચારો પણ છે...