તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વિદાય તરફ, ફકત 2 કેસ નોંધાયા, 26 લોકો સ્વસ્થ બન્યા

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10632 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વિદાય તરફ હોય તેમ ગુરુવારે કોરોના પોઝિટિવના માત્ર 2 કેસ સામે આવ્યા છે. તેમજ જિલ્લાનો કુલ આંક 10632 પર પહોંચ્યો છે. તો 26 કોરોના દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ બન્યા છે.

92 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ

જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 108 લોકોનાં મોત નિપજયાં છે. જ્યારે 92 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. અને 857 દર્દીઓનાં સેમ્પલ પેન્ડીંગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. પાટણ જિલ્લામાં ગુરુવારે નોંધાયેલા કોરોના કેસની માહિતી આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સાંતલપુર 1 અને સિદ્ધપુરમાં 1 કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસો 10632 ઉપર પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...