તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોના વિદાય તરફ, આજે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, છ દર્દીઓએ કોરોનાને હરાવ્યો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10 હજાર 652 પર પહોંચ્યો

રાજ્યભરમાંથી કોરોનાની બીજી લહેર વિદાય લઇ રહી છે. ત્યારે પાટણમાં પણ કોરોનાના કેસ પૂર્ણતાના આરે છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતાં તંત્ર અને લોકોએ રાહતને શ્વાસ લીધો છે. આજે જિલ્લામાં કોરોનાના માત્ર ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે છ દર્દીઓએ કોરોનાને માત આપી છે.

પાટણ જિલ્લામાં મંગળવારે કોરોના ત્રણ કેસ સામે આવતા જિલ્લાનો કુલ આંક 10 હજાર 652 પર પહોંચ્યો છે. તો છ સંકમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. તો કુલ 108 લોકોનાં મોત નિપજયાં છે. જ્યારે 36 દદીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 1132 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ રાખવામાં આવ્યાં છે.

પાટણ જિલ્લામાં મંગળવારે નોધાયેલ કોરોના કેસની માહિતી આપતાં આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, આજે પાટણ, શંખેશ્વર અને હારીજમાંથી એક એક કેસ સામે આવ્યો છે. સાથે જિલ્લામાં પોઝિટિવ કેસો 10 હજાર 652 ઉપર પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...