મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે પાટણમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

પાટણ23 દિવસ પહેલા
  • ભારે પવનના કારણે વૃક્ષો જમીનદોસ્ત થતા રસ્તાઓ બંધ થયા

પાટણમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે બફારો રહેતા રહીશો ત્રાહીમામ પોકારી ગયા હતા. જોકે, આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજાએ હેત વરસાવ્યું શરૂ કર્યું કરતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આજે બપોર બાદ એકાએક ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે લોકોએ ગરમીમાંથી તો રાહત મેળવી હતી, પરંતુ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકોને હાલાકી પણ વેઠવી પડી હતી.

વાતાવરણ ખુશનુમા બન્યું
બે દિવસના બફારા બાદ આજે વરસાદી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. લોકોએ વરસાદમાં નહાઇને આનંદ માણ્યો હતો. બીજી તરફ કામ-ધંધે જતા લોકોને ભરાયેલા પાણીને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ભારે પવનના કારણે અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા
ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે પાટણ જીલ્લાનાં હાઈવે માર્ગ પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.પાટણ થી ઊંઝા રોડને જોડતા રોડ તેમજ ચાણસ્માથી મહેસાણા જોડતા રોડ પર ધટાટોપ વૃક્ષો ધરાશયી થતાં રસ્તો બંધ થઈ જતાં વાહનચાલકો અટવાયાં હતા.એક બાજુ વન રક્ષક તેમજ વન પાલો પોતાની પડતર માંગણીઓ ને લઈને હડતાલ પર હોવાના કારણે તંત્ર પણ અટવાયુ હતું જેના કારણે વાહનચાલકો અને પ્રજા ને ભારી હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...