ઉજવણી:પાટણના રાજપુર ગામે બ્રહ્માણી માતાજીની ટોપલા ઉજાણી યોજાઈ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામની સુરક્ષા કવચ માટે સુતરના ધાગા ગામ ફરતે બાંધવામાં આવ્યા

પાટણના રાજપુર ગ્રામજનો દ્વારા બ્રહ્માણી માતાજીની ટોપલા ઉજાણી યોજાઈ હતી અને ગામની સુખ શાંતિ અને સમૃધ્ધિ માટે ગામ પાદરે તોરણ બાંધી દૂધની ધારવણી કરી ગામને સુરક્ષા કવચ માટે સુતારના ધાગા ગામ ફરતે બાધવા માં આવ્યા હતા.

પાટણ ચાણસ્મા રોડ પર આવેલ રાજપુર ગામમાં આવેલ બ્રહ્માણી માતાજીના મંદિર પરિસર માં ભાદરવા સુદ ચૌદશની સાંજે માતાજીની ટોપલા ઉજાણી યોજાઈ હતી.જેમાં ગામમાં રહેતા તમામ લોકો ના ઘરે મહિલાઓ ખીચડી લાડવા અને ઘી ટોપલામાં મૂકી એકઠા થઈ ઢોલ ના તાલે વાજતે ગાજતે માથા પર ટોપલા લઈ માતાજીના મંદિરે પહોંચી નિવેધ કરી પ્રસાદનું વિતરણ કરી ધન્યતા અનુભવી હતી .

ગામદેવી દેવતાઓના આશીર્વાદરુપે દુધ ની ધારવણી સાથે સુતરના ધાગા થી ગામ ફરતે સુરક્ષા કવચ બાધવા મા આવી હતી.ગામા પાદેર મેળા નો માહોલ જામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...