હુમલો:સાંતલપુરના જામવાડામાં ગઈ ચૂંટણીની અદાવતમાં 5 શખ્સોનો ટોમી વડે હુમલો

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વ્યક્તિને નાની-મોટી ઈજા,સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ

સાંતલપુર તાલુકાના જામવાડા ગામના બે વ્યક્તિઓ વારાહીથી ગામમાં પરત જતા હતા ત્યારે ગઈ ચૂંટણીની અદાવત રાખી આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ન કરે તે માટે 5 શખ્સોએ ટોમી વડે હુમલો કરતા નાની મોટી ઈજાઓ થઈ હતી.જે અંગે સાંતલપુર પોલીસ મથકે ફરીયાદ કરાઈ છે.

સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જામવાડા ગામના અરજણભાઈ ભુરાભાઈ આયર અને તેમના ગામના દેવાભાઈ વારાહી બરોડા બેંકમાં 4 જાન્યુઆરીના રોજ પૈસા ઉપાડવા ગયા હતા અને ત્યાંથી બાઈક ઉપર ગામમાં પાછા જઈ રહ્યા હતા ત્યારે જામવાડા કોરડા રોડ ઉપર આયર હાજાભાઇ અણદાભાઈ, લાખાભાઈ અણદાભાઈ, અણદાભાઈ કરસનભાઈ, ભરતભાઈ મેરામભાઇ, રમેશભાઈ જીવણભાઈએ ટોમી વડે હુમલો જાનથી મારી નાખવા ધમકી આપી હતી.આ સમયે દેવાભાઈના રૂ.15000 અને મોબાઈલ ફોન પડી ગયેલ જે શોધખોળ કરતા મળી આવ્યા ન હતા.આ અંગે સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન ડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે.

નોંધનીય છે કે ગ્રામ પંચાયત સરપંચની ગઈ ચૂંટણીમાં અરજણભાઈ આયરના ભાઈ દલાભાઈ સામે રાજુભાઈ અણદાભાઇ હારી જતા બંને પક્ષો વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો જેમાં પાછળથી સમાધાન થયું હતું પરંતુ હવે ચાલુ સાલે ગ્રામ પંચાયતની ચૂંટણી આવનારી છે ત્યારે અગાઉની ચૂંટણીની અદાવત રાખી આગામી ચૂંટણીમાં ઉમેદવારી ન કરે તે માટે હુમલાની ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...