રાજકારણ:સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીને લઈ પાટણમાં કોગ્રેસ પ્રદેશ પ્રભારીની આજે બેઠક

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ સિધ્ધપુર નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજયની ચુંટણીના સંદર્ભે સંગઠનને વધુ મજબુત બનાવવા અંગે તેમજ ચુંટણીની પૂર્વ તૈયારીઓ ની સમીક્ષા માટે કોગ્રેસ પક્ષ દ્વારા ગતિવિધિઓ હાથ ધરી છે. જેમાં આરંભે પાટણ જિલ્લા કૉંગ્રેસની સંકલન સમિતિની બેઠક 14 ડિસેમ્બર સોમવારના રોજ ન્યુ સંતોકબા હોલ પાટણ ખાતે સવારે 10 કલાકે યોજવામાં આવી છે. જિલ્લા કાર્યકારી પ્રમુખ શંકરજી ઠાકોરે જણાવ્યું કે આ પ્રસંગે AICC ના ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ,વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને પાટણ ના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર તથા ધારાસભ્યો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...