તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંતિમ પડાવ:પાટણ પાલિકામાં 44 બેઠક માટે 182 ફોર્મ ભરાયાં; બંને પક્ષોના ટિકિટ કપાયેલા જુના જોગીઓ અપક્ષમાં ઉતરતા ઉમેદવારોના ચહેરા ઉતરી ગયા

પાટણ17 દિવસ પહેલા
 • કોરોના ગાઇડ લાઇનનું સખ્ત પાલન એક જ કલાકમાં 10થી વઘુ ફોર્મ ભરાયા

પાટણ પાલિકામાં દાવેદારોમાં ઉમેદવારોનો ઢગલો થતા બન્ને પક્ષોએ જાહેર કરેલ યાદી બાદ ટિકિટ ન મળતા સભ્યોમાં નારાજગી પ્રસરી છે.ત્યારે અંતિમ દિવસે બન્ને પક્ષોએ મેન્ડેડ વગર જ ફોર્મ ભર્યા બાદ છેલ્લી ઘડીએ બન્ને પક્ષોએ ઉમેદવારોને આપવાના બદલે સીધા જમા કરાવતા કેટલીક બેઠકમાં વધારે ઉમેદવાર હોવાથી મુરતિયાઓની મુંઝવણ વધી જવા પામી છે.ત્યારે છેલ્લા દિવસે 1 દિવસમાં 90 અને કુલ 44 બેઠકો માટે ભાજપના 44 કોંગ્રેસના 44 આમ આદમી પાર્ટીના 36, તેમજ બહુજન સમાજવાદી અને બહુજન મુક્તિ મોરચા પાર્ટી અને અપક્ષ મળી કુલ પાલિકામાં 182 ફોર્મ ભરાયા છે. જેમાં ટિકિટ ન મળેલ બન્ને પક્ષોના સભ્યોએ પક્ષ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જુના જોગીઓ અપક્ષમાં ઉતરતા બન્ને પક્ષોમાં મોટું નુકશાન થવાના ભયને લઇ સભ્યોને મનાવવા માટે મથામણ શરૂ કરી છે.

શનિવારે ક્લેક્ટર કચેરી તેમજ પ્રાંત ઓફિસમાં ફોર્મ ભરવા ઉમટેલા ઉમેદવારો તેમજ કાર્યકરો કોરોનાને ભૂલી ગયા હતા. ભાજપ કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારોને જાણે કોઈને કોરોનાનો ના ડરના હોય એમ કાર્યકરોના ટોળે ટોળા જોવા મળ્યા હતા.તસ્વીર ભાસ્કર
શનિવારે ક્લેક્ટર કચેરી તેમજ પ્રાંત ઓફિસમાં ફોર્મ ભરવા ઉમટેલા ઉમેદવારો તેમજ કાર્યકરો કોરોનાને ભૂલી ગયા હતા. ભાજપ કોંગ્રેસ તેમજ આપના ઉમેદવારોને જાણે કોઈને કોરોનાનો ના ડરના હોય એમ કાર્યકરોના ટોળે ટોળા જોવા મળ્યા હતા.તસ્વીર ભાસ્કર

પાટણ પાલિકામાં ફોર્મ ભરવા માટે શનિવારે અંતિમ દિવસ હોઈ ભાજપના ઉમેદવારો સવારથી જ ઢોલ નગારા અને સાફા અને કેસ પહેરી ઉત્સાહભેર સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પ્રાંત કચેરી ખાતે આવતા થયા હતા.ત્યારે સામે કોંગ્રેસ દ્વારા સસ્પેન્સ રાખી નામોની યાદી જાહેર કર્યા વગર જ ઉમેદવારોને ફોર્મ ભરાવ્યા હતા.ત્યારે બન્ને પક્ષોને બપોર સુધી મેન્ડેડ ન મળતા ઉમેદવારોમાં મુંઝવણ જોવા મળી હતી.ત્યારે 1 વાગ્યા બાદ બંને પક્ષોએ ઉમેદવારોને મેન્ડેડ આપવાના બદલે સીધા પ્રાંત ઓફિસરને જ જમા કરાવ્યા હતા.જેને લઇ ક્યાં ઉમેદવારને મેન્ડેડ મળેલ છે તે બંધ કવરમાં જ રહેવા પામ્યું હતું.

પાટણમાં વોર્ડ 9ની મહિલાઓ સાથે મહિલા ઉમેદવાર પણ માથે સાફો પહેરી ફોર્મ ભરવા માટે નીકળી હતી.
પાટણમાં વોર્ડ 9ની મહિલાઓ સાથે મહિલા ઉમેદવાર પણ માથે સાફો પહેરી ફોર્મ ભરવા માટે નીકળી હતી.

વોર્ડ 9 માં ભાજપના મહિલા ઉમેદવારે ફોર્મ ન ભર્યું
વોર્ડ 9 માં ભાજપ દ્વારા મહિલા સંગીતાબેન પટ્ટણીને ટિકિટ આપી હતી.જેના વિરોધમાં પટ્ટણી સમાજ પુરુષ ઉમેદવારની માંગ કરતાં તેમના પતિએ જ ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા ફોર્મ જ ભર્યું નથી.તેની સામે પક્ષ દ્વારા નવીન એક અન્ય મહિલાને ફોર્મ ભરાવ્યું હતું.ત્યારે વોર્ડમાં ટિકિટ ઉત્સુક પૂર્વ પાલિકા ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીએ ભાજપમાં ઉમેદવારી નોંધાવી છે.ત્યારે એક જ વોર્ડમાં ભાજપના 5 ઉમેદવારોએ ફોર્મ ભરતા ચર્ચાનો વિષય બન્યો હતો.

સોશ્યલ મીડિયામાં મેન્ડેડ મળ્યું પણ ઉમેદવારને ન મળતા અપક્ષ ફોર્મ ભર્યું
કોંગ્રેસના મહિલા કાર્યકર હીનાબેન તરુણભાઇ બારોટને કોંગ્રેસ દ્વારા વોર્ડ નં.2-માં મેન્ડેડ અપાયુ હોવાનો મેન્ડેડનો ફોટો તેમને 12 તારીખે વોટ્સએપમાં મળ્યો હતો. પરંતુ અચાનક રાતોરાત મેન્ડેડ ફાડી નાખી અન્ય મહિલાને ઉમેદવાર બનાવી ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા જ ટિકિટ કાપી હોવાના આક્ષેપો સાથે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું.

ભાજપના સભ્યોએ વધુ અપક્ષમાં ફોર્મ ભર્યા
ભાજપમાં ટિકિટ ન મળતા 7 જેટલા સભ્યોએ અપક્ષ ઉમેદવારી કરી છે.પરંતુ વોર્ડ નં. 3માં જુના કાર્યકરોએ તેમના કામો ન થતા અપક્ષમાં ઉમેદવારી કરી હોવાનું જોવા મળી રહ્યું છે.ત્યારે કોંગ્રેસ કરતા ભાજપના વધુ લોકો અપક્ષમાં ફોર્મ ભરતા ભાજપમાં ભડકો વધતા ઉમેદવારો સહીત પક્ષની ચિંતામાં વધારો થયો છે.

પ્રચારમાં ગયેલા ભાજપના ઉમેદવારને ભાજપના સભ્યે જ હાંકી કાઢ્યા
પાટણમાં ઝવેરી બજારમાં ભાજપના ઉમેદવાર પ્રચાર માટે તેમના સમર્થકો સાથે ભાજપના પૂર્વ હોદેદારની દુકાને ગયા હતા.ત્યારે તેમને પક્ષ સાથેની આંતરિક નારાજગીને લઇ ઉમેદવારને ત્યાંથી અહીંયા ન આવવાનું કહી હાંકી કાઢ્યા હતા.ત્યારે જાહેરમાં ઉમેદવારનું ભાજપના જ હોદેદાર દ્વારા અપમાન કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

કોંગ્રેસે મહિલાઓની અવગણના કરતા અપક્ષ જીતી તેમને બતાવી દઇશ
કોંગ્રેસ પ્રદેશ મહિલા મંત્રી પદેથી અલ્કાબેન દરજીએ રાજીનામુ આપી અપક્ષમાં ફોર્મ ભર્યું હતું.તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા મહિલાઓની અવગણના કરી છે.મારી ટિકિટ નક્કી હતી.છતાં કાપી છે.મારું વોર્ડમાં પ્રભુત્વ છે.હું જીતીને તેમને બતાવી દઈશ.

વોર્ડ 11માં સૌથી વધુ 24 ફોર્મ ભરાયા

વોર્ડસંખ્યા
વોર્ડ-113
વોર્ડ-220
વોર્ડ-317
વોર્ડ-411
વોર્ડ-517
વોર્ડ-615
વોર્ડ-716
વોર્ડ-817
વોર્ડ-917
વોર્ડ-1018
વોર્ડ-1124

​​​​​​​598 ફોર્મ પૈકી 182 ભરાયા

અંતિમ દિવસ સુધી કુલ 598 ફોર્મ વિતરણ થયા જેમાંથી કુલ 29900 રૂપિયાની આવક થઈ હતી. ફોર્મ ભરાવવાના 10 ફેબ્રુઆરીથી શરૂ થયા હતા જેમાં પ્રથમ દિવસે 4, બીજા દિવસે 22, ત્રીજા દિવસે 66 અને અંતિમ દિવસે 90 મળી કુલ 182 ફોર્મ ભરાયા હતા.

ગદારોની જ ટિકિટ કાપી
પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મેન્ડેડ જમા કરાવ્યા બાદ મીડિયા સમક્ષ જણાવ્યું કે કોંગ્રેસે એકપણ સાચા કાર્યકરની ટિકિટ કાપી નથી.જેમની ઈચ્છા ન હતી તેમને ટિકિટ આપી નથી.પક્ષે ફક્ત ગદારો અને પક્ષની અવગણના કરવાવાળા લોકોની જ ટિકિટ કાપી છે. પક્ષ પર પૈસા લઇ ટિકિટ આપવાનો આક્ષેપ કર્યો છે.તે માટે એટલું જ કહીશ કે આક્ષેપ કરનાર માણસ વિષે સમગ્ર શહેર જાણે છે. પાલિકામાં કોંગ્રેસ 27 બેઠકોથી વધુ બેઠકો મેળવી જીતશે.

1 ઉમેદવાર 2 મિનિટ મોડો પડતા ફોર્મ ન ભરી શક્યો
પાલિકાના વોર્ડ નં.8માં આમ આદમી પાર્ટીમાંથી જાહેર કરેલ ઉમેદવાર 3:02 મિનિટે ફોર્મ ભરવા માટે કચેરીએ પ્રાંત અધિકારી દ્વારા સમય પૂર્ણ થઇ ગયો હોઈ નિયમ મુજબ ફોર્મ સ્વીકાર્ય ન હોઈ ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો