આયોજન:પાટણમાં આજે 51 મંડળોની 700 બહેનો દ્વારા સામૂહિક આનંદનો ગરબો ગવાશે

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તિભાવ હેતુ પાટણ શહેરમાં સૌપ્રથમવાર આયોજન કરાયું

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે સોપ્રથમવાર પાટણ શહેરના અલગ અલગ 51 જેટલા આનંદના ગરબા મંડળની 700 જેટલી બહેનો દ્વારા સંયુક્ત મેઘા આનંદના ગરબાનું આયોજન રવિવારે સાંજે 4:00 વાગ્યે હાઇવે ઉપર આવેલ સાકાર પાર્ટી પ્લોટમાં રાખ્યું છે. શહેરના અગ્રણી પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે સી પટેલની પ્રેરણાથી આયોજન કર્યું છે.

કાર્યક્રમના આયોજન માટે ગરબા મંડળની સંચાલક બહેનો તેમજ તેમના સાથે કામ કરતા શહેર ભાજપ મહિલા મોરચાની બહેનોની એક બેઠક શહેરના કર્મભૂમિ રોડ ઉપર આવેલ સિધ્ધરાજ ક્રેડિટ સોસાયટીના નવ નિર્મિત ભવનમાં રાખી હતી.

કાર્યક્રમના આયોજન અંગે કે સી પટેલે જણાવ્યું કે શહેરમાં ચાલી રહેલા અલગ અલગ અને વિશિષ્ટતા ધરાવતા આનંદના ગરબા મંડળોને એક મંચ ઉપર લાવી અન્યોને પ્રેરણા મળે તેવા આશયથી આ આયોજન ઘણા સમયથી વિચારવામાં આવી રહ્યું હતું જે હવે સાકાર થઈ રહ્યું છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, યોગીનીબેન વ્યાસ ,કિશોર મહેશ્વરી ,હેમંત તન્ના ,શાંતિભાઈ સ્વામી, જીતેન્દ્રભાઈ પટેલ, મુકેશ દેસાઈ ,રમેન્દ્ર અધ્યારુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...