પાટણ નગરપાલિકાની કામગીરીને લઈને શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે બંધ કરાયેલા શહેરના વિવિધ રોડ રસ્તાના વિકાસ કામો પાલિકા દ્વારા પુનઃ ચાલુ કરવામાં આવ્યા છે. છતાં જે રોડની તાતી જરૂરિયાત છે તેવા રોડ નું કામ ચાલુ ન કરાતા આવા માર્ગો પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો અવાર નવાર નાના-મોટા માર્ગ અકસ્માત ના શિકાર બનતા હોય છે. તો વિસ્તારના રહીશો પણ દિવસ દરમિયાન વાહનોની અવર-જવરના કારણે ઉડતી ધૂળની ડમરીઓને લઈ પરેશાન બન્યા હોય આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો નું અને વિસ્તારના કોર્પોરેટરોનું અનેકવાર ધ્યાન દોરવા છતાં પણ માર્ગ નું કામ શરૂ નહીં કરાવી ઉબડખાવડ બનેલા માર્ગને માટી રોડા દ્વારા પુરાણ પણ નહીં કરાવી પાણીનો છંટકાવ પણ ન કરતા હોય તેને કારણે રહીશો ત્રાહિમામ બન્યા છે.
પાટણ શહેરના જુનાગંજથી નીલમ સિનેમા માર્ગ પર પાલિકા દ્વારા હાથ ધરાયેલી વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ થયાને આજે સમય વીતવા છતાં આ માર્ગનું કામ હાથ નહિ ધરાતા તાજેતરમાં માર્ગ ઉપરથી એકટીવા લઈને પોતાના પુત્રને સ્કૂલે લેવા નીકળેલા પનાગર વાડામાં રહેતા બાબુભાઈ પનાગર પોતાના એકટીવા સાથે નીલમ સિનેમા રોડ ઉબડ ખાબડ માગૅ ને કારણે સ્લિપ ખાઈ જતા તેઓને હાથના અને પગના ભાગે ફેક્ચર થવાની સાથે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગુરૂવારના રોજ તેઓનુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા પરિવારજનોમાં તેમજ વિસ્તારના રહીશોમાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.