તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • To Prepare Degree Certificate At Hemchandracharya North Gujarat University Rs. Installed A Printing Machine At A Cost Of Rs 25 Lakh

રાહત:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ડીગ્રી સર્ટીફીકેટ તૈયાર કરવા રૂ. 25 લાખના ખર્ચે પ્રિન્ટિંગ મશીન વસાવ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સી દ્વારા અપાતા ડિગ્રી સર્ટિફિકેટમાં ખૂબ જ સમય થતો હોવાના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવવી પડતી હતી
  • યુનિવર્સિટી દ્વારા વસાવવામાં આવેલા પ્રિન્ટીંગ મશીન ના કારણે વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં ડિગ્રી સર્ટિફિકેટ ઉપલબ્ધ બનશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ આપવામાં આવતાં ડીગ્રી સર્ટીફીકેટ અગાઉ ટેન્ડરથી એજન્સી મારફત તૈયાર કરી આપવામાં આવતુ હતુ. જેનાં માટેની જરૂરી વહીવટી પ્રક્રિયાની સાથે સાથે એજન્સી દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ પ્રિન્ટ કરવામાં વધારે સમય થતો હોવાના કારણે વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવામાં અનેક મુશ્કેલી ભોગવવી પડતી હતી. ત્યારે વિધાર્થીઓની ઉપરોક્ત મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ડિગ્રી પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં પોતાની ડિગ્રી સર્ટિફિકેટ મળી રહે તેવા આશય સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી ખાતે ડીગ્રી સર્ટીફીકેટ તૈયાર કરવા માટેનું પ્રિન્ટિંગ મશીન અંદાજીત રૂપિયા 25 લાખના ખર્ચે ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે.

પ્રિ-પ્રિન્ટીગ ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હોય ત્યારે માચૅ-જુન 2020 થી જે વિધાર્થીઓએ પરિક્ષાઓ પાસ કરી છે તેવા તમામ વિધાર્થીઓને યુનિવર્સિટી તરફથી ડીગ્રી સર્ટિફિકેટ મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ચાલું સાલે લેવામાં આવી રહેલ માર્ચ-જુન 2021ની પરિક્ષાનાં તમામ વિદ્યાર્થીઓને પણ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં તેઓનાં ડીગ્રી સર્ટિફિકેટ મળી રહે અને ભવિષ્યમાં પણ પરિક્ષા પૂર્ણ થયા બાદ વિધાર્થીઓને બે ત્રણ મહિનાની અંદર જ તેઓનાં ધરે ડીગ્રી સર્ટિફિકેટ મળી જાય તે માટેની તૈયારીઓ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું યુનિવર્સિટીનાં પરિક્ષા નિયામક ડો.મિતુલ દેલીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...