તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • To Make A Country Free From Poverty, An Affluent Person Should Use One Tenth Of His Earnings In The Public Interest: Charitraratna Vijay

સેવા:ગરીબી મુક્ત દેશ બનાવવા આર્થિક સંપન્ન વ્યક્તિએ કમાણીનો 10મો ભાગ લોકહિતાર્થમાં વાપરવો જોઈએ : ચારિત્રરત્ન વિજય

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં મુનિરાજનું પ્રવચન યોજાયું. - Divya Bhaskar
ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં મુનિરાજનું પ્રવચન યોજાયું.
  • પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય વતી રાશન સામગ્રી ની કીટ વિતરણ કરાઈ

પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયમાં જૈનાચાર્ય રાષ્ટ્રસંત ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સુરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં થરાદ નિવાસી ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયના અગ્રણી દોશી છોટાલાલ હઠીચંદભાઈ પરિવાર દ્વારા પાટણ ના 110 થી વધુ જૈન મંદિરના પુજારી અને સફાઈ કર્મચારીઓને તેમજ મધ્યમ વર્ગીય પરિવારોને રૂ.600 સુધી ની રાશન સામગ્રીની કીટનું રવિવારે વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને લઈને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં મુનિરાજનું પ્રવચન યોજાયું હતું. જેમાં કહ્યું કે માનવધર્મનું કર્તવ્ય સમજી ઉપકારની ભાવના રાખ્યા વગર દાન કરવું જોઈએ, બીજાને ઉપયોગી થવામાં જે નિર્ભેળ આનંદની પ્રાપ્તિ થાય છે. તેની તુલના અન્ય કોઇ ખુશી સાથે ન થઈ શકે. જળાશયમાંથી જળ વહેતું રહે, તો જ તેની શુદ્ધતા જળવાય છે, તેમ ઉપાર્જન કરેલું દ્રવ્ય પરોપકારમાં ખર્ચવું તે જ તેનું રક્ષણ છે. મુનિરાજે કહ્યું કે દેશમાંથી લોકોની ગરીબી દુર કરવા દરેક આર્થિક સંપન્ન વ્યક્તિએ પોતાની કમાણીનો દશમો ભાગ લોકહિતાર્થે વાપરવો જોઈએ.

કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પ્રભારી મોહનભાઈ પટેલ, , જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અશ્વિનભાઈ પટેલ, પાલિકા પુર્વ પ્રમુખ દેવજીભાઈ, સિદ્ધપુર પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈ, તેમજ લાભાર્થી પરિવારનાં વસંતભાઈ દોશી આદિએ ઉપસ્થિત રહી કીટ વિતરણ કરી, કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ મોદીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...