• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • To Complete The Approved Works Of Patan Municipality Quickly, Guj, Mun. The Finance Board Official Instructed The NPA Officials

સૂચના:પાટણ નગરપાલિકાના મંજૂર થયેલા કામો ઝડપી પુરા કરવા ગુજ, મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના અધિકારીએ ન.પાના અધિકારીઓને સૂચના આપી

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2022-23 માં રૂ 500 લાખની નવી ગ્રાન્ટ મળવાની હોઇ તેનાં પ્લાન એસ્ટીમેન્ટ બનાવી મોકલવા સુચન કર્યું

પાટણ નગરપાલિકાનાં યોજનાકીય અને ગ્રાન્ટોમાંથી મંજૂર થયેલા વિકાસ કાર્યો ઝડપી પુરા કરવામાં આવે અને શહેરનાં વિવિધ યોજનાઓનાં કામોની પ્રગતિ તથા 2013-14માં નાણાંપંચનાં કામો તાકીદે પૂર્ણ કરવા તથા ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના વર્ષ રૂ 500 લાખની નવીન ગ્રાન્ટ મળવાની હોવાથી તેમાં પ્લાન્ટ એસ્ટીમેન્ટ તૈયાર કરી જે તે વિભાગની મંજૂરી માટે મોકલવાની સૂચના અને માર્ગદર્શન માટે પાટણ નગરપાલિકાની મુલાકાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ મુખ્ય કાર્યકારી બી.સી.પટ્ટણી (આઈએએસ)એ પાટણ નગરપાલિકાનાં અધિકારીઓને સુચના આપી હતી.

પાટણ નગરપાલિકાની મુલાકાતે પાટણ આવેલા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં અધિકારી બી.સી. પટ્ટણીએ ફાઇનાન્સ બોર્ડની ગ્રાન્ટોનાં વિવિધ આ અંગે જાણકારી આપતાં પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસર પંકજ બારોટ તથા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે, પાટણ નગરપાલિકા વિવિધ યોજનાઓનાં બાકી કામોની ઝડપથી પૂર્ણ કરવા અને ખાસ કરીને નાણાપંચની યોજનાઓ કે જે 2013-14 થી પાટણમાં અમલી છે તેનાં કામો તાકીદે પૂર્ણ કરવા જણાવેલ. જેથી નાણાંપંચનાં નાણાં પરત કરવાનો વારો ન આવે.

આ પ્રસંગે ઉપપ્રમુખે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં પેન્ડીંગ પડેલાં પાટણ પાલિકાનાં કામોનું એક લીસ્ટ પણ ફાઇનાન્સ અધિકારીને આપ્યું હતું ને આ કામોની પરવાનગી ઝડપથી મળે તો ઝડપથી કામો હાથ ધરી શકાય.

અગત્યની યોજનાઓનાં કામો જેવા કે, આગવીઓળખ, અમૃત યોજના વિગેરે ની પણ પાટણ પાલિકાનાં અધિકારીઓ સાથે ચર્ચા તથા સમીક્ષા કરીને સુચનો આપ્યા હતા અને જે બાબતમાં કોઇ સંકલન અને મદદની જરુર પડે તો તેઓનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. તેમણે 2022-23નાં કામો ઝડપથી નક્કી કરીને તેનાં અંદાજ, પ્લાન એસ્ટીમેન્ટ બનાવીને મંજુરી મેળવી લેવા માટે ભાર મુક્યો હતો. તેમણે રૂા.500 લાખનાં કામો નવા નાણાંકીય વર્ષ 2022-23 માં મળવાપાત્ર ગ્રાન્ટ છે. જેનાં કામો પણ ઝડપી નક્કી કરવા તથા આગામી ચોમાસા પૂર્વે પ્રગતિ હેઠળનાં કામો પૂર્ણ થાય તે જોવા ઓ.એસ. અને સી.ઓ.ને તથા શાખાધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ અંગે ઉપપ્રમુખે જણાવ્યું કે, તેઓએ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનાં અધિકારી સમક્ષ એવી રજુઆત કરી હતી કે, નગરપાલિકા કક્ષાની સંસ્થાઓ માટે વિકાસનાં કામો વહીવટી મંજુરી માટે બિનજરુરી નાનીનાની બાબતોની ક્વેરીઓ કાઢવામાં આવે છે તે યોગ્ય નથી.

આ સંસ્થા જનતા સાથે સીધી સંકળાયેલી સંસ્થા હોવાથી તેનાં કામોની ઝડપ ખુબ જરુરી છે. તેમાં તમારી કચેરી તરફથી જેટલી ઝડપી પરવાનગી મળશે તેટલી ઝડપથી કામો કરી શકાશે માટે બિનજરુરી બાબતોમાં જે ખુલાસા મંગાવવામાં આવે છે. તેમાં પ્રેક્ટીકલ થઇને ઝડપી પરવાનગીઓ આપવી અને પોતાનો અધિકાર પરત્વેની પૂર્તતા મંગાવવી. આ પ્રસંગે અધિકારી, સી.ઓ. ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...