તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Tickets To Husband And Wife And Son At 5 Seats Of Patan Municipality; 14 Faces Revealed In Repeat Theory, 30 New Faces Will Clash With BJP

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસમાં પણ સગાવાદ:પાટણ પાલિકાની 5 બેઠકો પર પતિ-પત્ની અને પુત્રને ટિકિટ; 14 ચહેરા રિપીટ થિયરીમા જાહેર, 30 નવા ચહેરા ભાજપ સાથે બાથ ભીડશે

પાટણ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગઈ ચૂંટણીમાં વિજેતા થયેલા 5 કોર્પોરેટર ટિકિટ માંગી નહોતી,3 કોર્પોરેટરની ટિકિટ કપાઈ

પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ થયા બાદ લોકોની ઇન્તેજારી વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થયા બાદ આખરે 44 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 8 પૂર્વ કોર્પોરેટર ફરીથી રિપિટ કરાયા છે. ગઈ ચૂંટણીમાં હારેલા એક ઉમેદવારને ટિકિટ આપી છે જ્યારે 5 બેઠકો ઉપર પતિ-પત્ની અને પુત્રને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પક્ષ સાથે દગો કરનાર પૂર્વ કોર્પોરેટરોને કાપવામાં આવ્યા છે.નામો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના મુકાબલાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. કોંગ્રેસ પક્ષે ભાજપના 21 નવા ચહેરા સામે 30 નવા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થયા પછી જિલ્લા કોંગ્રેસ ઇન્ચાર્જ પ્રમુખ શંકરજી ઠાકોર દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી આ વખતે પાછલી ચૂંટણી જેવો ઉગ્ર પાટીદાર આંદોલનનો માહોલ ન હોવાથી અને ગત ટર્મમાં આંતરિક વિખવાદોના કારણે પાલિકા પક્ષની ખરડાયેલી છબીના કારણે ઉમેદવારોની પસંદગી માટે ભારે મસકકત કરી હતી. જેમાં ભાજપને કઈ રીતે મ્હાત કરી શકાય તે માટે વોટ બેંકના સમીકરણો ધ્યાને લઇ આખરી મહોર મારી હતી.

કોંગ્રેસ દ્વારા પૂર્વ કોર્પોરેટર બાબુલાલ માસ્તરના બદલે તેમના પુત્ર હરેશભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ ઉષાબેન પટેલના પતિ દીપકકુમાર, પૂર્વ પ્રમુખ અલકાબેન પટેલના પતિ જયેશભાઈને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર ડો. આનંદ દેસાઇને બદલે તેમના પત્ની અને ઘેમરભાઈ રબારીને બદલે તેમના પત્નીને ટિકિટ આપી છે. આ ઉપરાંત ગઈ ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં હારી ગયેલા મહિલા ઉમેદવાર વિણાબેન રાવલને પણ ફરી તક આપી છે.

પાટણ નગરપાલિકા કોંગ્રેસના ઉમેદવાર
વોર્ડ નં-1
ઠાકોર આશાબેન ભરતકુમાર -નવો ચહેરો
રાવળ સંગીતાબેન રાકેશકુમાર-નવો ચહેરો
રામી ભાવિક પ્રભુદાસ -નવો ચહેરો
પટેલ મધુભાઈ કાંતિલાલ-રીપીટ

વોર્ડ નં-2
પટેલ નેહા બેન વિજય કુમાર-નવો ચહેરો
પ્રજાપતિ જશીબેન રમેશભાઈ -નવો ચહેરો
પરમાર રમેશભાઇ અમથાભાઈ -નવો ચહેરો
પટેલ હસુભાઈ અમથાભાઈ-નવો ચહેરો

વોર્ડ નં-3
ભીલ નીતાબેન રાજેશકુમાર -નવો ચહેરો
રાવલ વીણાબેન કમલેશભાઈ-નવો ચહેરો
મોદી આતિશ પ્રવીણભાઈ-નવો ચહેરો
ઠાકોર શંભુજી પ્રભાતજી-રીપીટ

વોર્ડ નં-4
દેસાઈ સીમાબેન આનંદકુમાર -સબંધી
જોષી દર્શિની મુકેશભાઈ -નવો ચહેરો
પટેલ ભરતભાઈ વિરચંદભાઈ -નવો ચહેરો
પટેલ હરેશભાઈ બાબુલાલ -સબંધી

વોર્ડ નં-5
દરબાર વંદનાબેન પનુસિંહ -રીપીટ
પટેલ નિધીબેન મેહુલ કુમાર-નવો ચહેરો
દરબાર શક્તિસિંહ ગાડાજી-નવો ચહેરો
પટેલ દિપકભાઈ બાબુલાલ-સબંધી

વોર્ડ નં-6
પરમાર જીજ્ઞાશાબેન કિરીટભાઈ-નવો ચહેરો
પ્રજાપતિ પુનમબેન વિજય કુમાર-નવો ચહેરો
પટેલ વસંતકુમાર બાબુલાલ -રીપીટ
પટેલ સુરેશકુમાર મફતલાલ-નવો ચહેરો

વોર્ડ નં-7
પ્રજાપતિ ચેતનાબેન કમલેશભાઈ-રીપીટ
પ્રજાપતિ પાલીબેન કિરીટકુમાર-નવો ચહેરો
સોલંકી દિનેશભાઈ સોમાભાઈ-નવો ચહેરો
પટેલ મનીષભાઈ મણીલાલ-નવો ચહેરો

વોર્ડ નં-8
ઠક્કર મનિષાબેન જશવંતભાઈ-રીપીટ
પ્રજાપતિ જ્યોત્સનાબેન નિમેષભાઈ-નવો ચહેરો
ભાટિયા ભરતભાઈ જયંતિલાલ-રીપીટ
શેખ મહમદ ઉસ્માન નૂર મહંમદ-નવો ચહેરો

વોર્ડ નં-9
મોદી પિન્કીબેન ભાવેશભાઈ -નવો ચહેરો
મકરાણી સાબરબાનુ નજીરમહમદ-નવો ચહેરો
પટેલ જયેશભાઈ ચુનીલાલ-સબંધી
પટણી અશોકભાઈ કરશનભાઈ-નવો ચહેરો

વોર્ડ નં-10
પરમાર વસંતીબેન ચંદ્રકાંતભાઈ-નવો ચહેરો
સુમરા સમીમબાનુ યાસીનભાઈ -નવો ચહેરો
બલોચ હસનખા શેરખા-નવો ચહેરો
ભીલ દિનેશ કુમાર ત્રિકમલાલ-રીપીટ

વોર્ડ નં-11
સોલંકી ગીતાબેન પ્રહલાદભાઈ-નવો ચહેરો
રબારી આશાબેન ઘેમરભાઈ-સબંધી
ઠાકોર સોવનજી જીવણજી-નવો ચહેરો
પટેલ અમરતભાઈ ગણેશભાઈ-નવો ચહેરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો