અનાથ બાળકોને છત મળી:પાટણમાં બાળ સુરક્ષા કચેરીના પ્રયાસથી અનાથ બાળકોને ઘરનું ઘર મળ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 જેટલા ખરેખર જરૂરિયાત વાળા લાભાર્થીઓના મકાનની 40 હજાર સહાય મળી

ગુજરાત સરકાર દ્વારા પાલક માતાપિતા યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેનો લાભ અનાથ બાળકો જેવા કે, જે બાળકના માતાપિતા બંનેનું અવસાન થયેલું હોય અથવા જે બાળકના પિતાનું અવસાન થયેલ હોય અને માતા બાળકોને મૂકીને બીજે પુનઃલગ્ન કરે તો તે બાળકોના રક્ષણ, શિક્ષણ, આરોગ્ય તથા અન્ય જીવન જરૂરિયાત પુરી પાડવા માટે આ યોજના અંતર્ગત અનાથ બાળકોનો ઉછેર કરતા બાળકના પાલક માતાપિતાને સરકાર દ્વારા દર માસે રૂા.3000ની સહાય ચુકવવામાં આવે છે.

આ યોજના અંતર્ગત 0થી 18 વર્ષ સુધી બાળક અભ્યાસ કરતુ હોય તો માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. આ યોજનામાં બાળક નિયમિત શાળાએ જાય તેમજ બાળક પાંચ વર્ષ કરતા નાની ઉંમરનું હોય તો નિયમિત આંગણવાડીમાં જાય તે માટે સમયાંતરે તેની ઘરતપાસ કરી રીપોર્ટના આધારે બાળકની સહાય ચાલુ રાખવી કે નહિ તે નક્કી કરવામાં આવે છે.

પાલક માતા-પિતા યોજનાનોમાં ચાલુ સહાય હોય તેવા બાળકો પૈકી જે બાળકો દાદા-દાદી (વયોવૃદ્ધ) સાથે રહે છે અને જેઓ પ્લાસ્ટીકના તાપડા બાંધી ઝુંપડીમાં રહેતા આ બાળકોની ઋતુદરમિયાન પડતી સમસ્યાઓ થી તેઓની હાલત અત્યત દયનીય, લાચાર થઇ ગયેલ છે. આ વયોવૃધ્ધ દાદા દાદી જેઓ સાવ નિરક્ષર આજીવિકા માટે કોઈ આર્થિક ઉપાજનના સ્ત્રોત ના હોઈ બાળકો અને દાદા દાદીને જીવનનું ગુજરાત ચલાવવામાં ખુબ તકલીફ પડતી હતી.

આ બાળકોને પોતાનું મકાન મળી રહે તે અર્થે તેની ચિંતા કરી બાળ સુરક્ષ એકમ તેમની વહારે રહી પોતાનું મકાન મળી રહે તે હેતુથી અન્ય વિભાગો સાથે સંકલન કરાયું છે.

સમાજ કલ્યાણ વિભાગ (વી.જા) સાથે સંકલન કરી આ અનાથ બાળકો અને તેમના દાદા-દાદી (વયોવૃધ્ધ) ની વિગત વાર ચર્ચા કરી અધિકારી એ પંડિત દિન દયાળ આવાસ યોજનાના માપદંડ વિષે માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીના (વી.જા) સંકલન થકી બાળ સુરક્ષા એકમની ટીમ પરિવારના સંપર્ક માટે દોડાવામાં આવેલ જેમાં બાળ સુરક્ષા વિભાગની ટીમના સભ્યો દ્વારા બાળકોના પરિવારની પુનઃમુલાકાત કરી તેમને પંડિત દિન દયાળ આવાસ યોજના અને માપદંડ વિષે માહિતી આપી તેમજ તલાટી અને સરપંચ સાથે સંકલન કરી આ લાભાર્થીનું ગામ્ય સ્તરે જે દસ્તાવેજોની જરૂરિયાત જણાય તે પુરા કરી આપવા જેથી આ લાભાર્થીઓને ઈ-સમાજ કલ્યાણ ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકાય. જેથી આ લાભાર્થીઓનો વારંવાર ટેલીફોનીક સંપર્ક કરી દસ્તાવેજની પૂર્તતા કરાવેલ. જે લાભાર્થીઓના પંડિત દિન દયાળ આવાસ યોજના અંતર્ગત દસ્તાવેજોની પૂર્તતા કરી આપેલ તેમને ઈ-સમાજ કલ્યાણ ઓનલાઈન પોર્ટલ પર બાળ સુરક્ષા એકમના કર્મચારી દ્વારા અરજી કરી આપેલ છે.

આમ શંખેશ્વર,ચાણસ્મા,હારીજ,સાંતલપુર,રાધનપુર તથા પાટણ તાલુકાઓના 7 જેટલા ખરેખર જરૂરિયાત વાળા લાભાર્થીઓના દસ્તાવેજ મેળવી તેમને બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ દ્વારા અરજી કરી આપેલ અને તેમના તમામ દસ્તાવેજો સાથે ફાઈલ કરી સમાજ કલ્યાણ માનવ ગરિમા વિભાગમાં જમા કરાવેલ. તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી સાત મકાનો મંજુર કરાવેલ જેમનો પ્રથમ હપ્તો રૂ.40 હજારનો આવી ગયેલ છે અને મકાનો બનાવવાની કામગીરી પણ હાલ ચાલુ તેવું કેતનભાઈ પ્રજાપતિ ,જિલ્લા બાળ સુરક્ષાઅધિકારી જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...