હિટ એન્ડ રન કેસનો મામલો:પાટણમાં ઝૂંપડપટ્ટીમાં જીપ ઘૂસી જતા બે લોકોના મોત બાદ ત્રણ યુવકો સામે IPC 302 હેઠળ ગુનો નોંધાયો

પાટણએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુતક ના પરિવાર દ્વારા ઇરાદાપૂર્વક ગાડી લોકોને મારવા ઝૂંપટપટ્ટીમાં બેફામ ચલાવી હોવાના આરોપ લગાવ્યા

પાટણના અનાવાડા રોડ ઉપર અન્નપૂર્ણા સોસાયટીના આગળના ભાગે વર્ષોથી મકાન બનાવી રહેતાં એકજ સમાજના 18 જેટલા પરીવારોને મકાનો ખાલી કરી અન્યત્ર રહેવા જતા રહેવાની તેમજ આ મકાનો આગળ વાહન ઉભા રાખવા મામલે ચાલતી અદાવતમાં આજે સવારના સમયે અન્નપૂર્ણા સોસાયટીમાંથી શિકારી જીપ સાથે ઘસી આવેલા ત્રણ શખ્સો પૈકી જીપ ચાલકે ઘર આગળ ખાટલામાં ઉંઘતા આધેડ અને બાંધરૂમ માં કપડાં ધોતી યુવતીને ટક્કર મારી કચડી નાખતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ બંનેના મોત નિપજયા હતા.ટક્કર મારી શિકારી જીપ બાથરુમ સાથે અથડાતા તે પણ ધરાશાયી બન્યુ હતું . ઘટના બાદ ગરીબ અને માધ્યમ જીવી પરીવારના સભ્યોને ધમકી આપી ત્રણે જણા ફરાર થઈ ગયા હતા. પાટણ એ ડિવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી નિવેદનો લઇ શિકારી જીપમાં આવી આઘેડ અને યુવતીને કાચડી નાખનાર ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચકો ગતિમાન કર્યા છે .

પ્રાપ્ત વિગતો મુજબ પાટણના અનાવાડા રોડ ઉપર અન્નપૂર્ણા સોસાયટીના આગળના ભાગે વર્ષોથી મુસ્લિમ સમાજના શ્રમજીવી અને ગરીબ પરિવારના 18 જેટલા કુટુંબો છાપરા જેવા મકાનો બનાવી વસવાટ કરે છે ત્યારે આ મકાનો ખાલી કરી અન્ય સ્થળે જતા રહેવા તેમજ મકાનો આગળ વાહન મુક્વા બાબતે મકાન માલિકો તેમજ વેદ રાવલ નામના શખ્સ સાથે અગાઉ માથાકુટો અને ઝઘડા થયેલા હતા.દરમ્યાન કેટલાક દિવસો અગાઉ પણ આ મામલે ફરી ઘર્ષણ થયું હતું જે સમયે વેદ રાવલે સ્થાનિક રહીશોને ગર્ભિત ધમકી આપી હતી . દરમિયાન આજે સવારના સમયે વેદ રાવલ , એક અજાણ્યો શખ્સ અને રીતેષ રાવલ જી.જે .12 k.9453 નંબરની ખુલ્લી શિકારી જીપ લઇને અન્નપૂર્ણા સોસાયટીમાંથી નીકળ્યા હતા અને રોડ પર ચડાવવાના બદલે વળાંક લઈ આ મકાનો પૈકી એક મકાનની બહાર ખાટલામાં ઉંઘી રહેલા બલોય દીલાવરખાન ( ઉં.વ .55 ) અને અન્ય મકાનની બહાર કપડા ધોઈ રહેલી સૈયદ સાહિસ્તા દાદામીયા ( ઉ.વ .22 ) ને ટક્કર મારતા બંને જણ શિકારી જીપના તોતિંગ પૈડાં નીચે ચકડાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને જીપ બાથરૂમ સાથે અથડાતા તે પણ ક્ષતિગ્રસ્ત બન્યુ હતું .

જીપમાં આવેલા આ ત્રણ શખ્સો જીપ મુકી સ્થાનિક લોકોને ધમકી આપી ફરાર થઈ ગયા હતા . બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ સાથે હડકંપ મચી હતી. અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલ આધેડ અને યુવતીને સારવાર માટે ખસેડી હતી .જયાં બંનેના મોત નિપજતા ભારે ઉત્તેજના છવાઇ હતી . ઘટના સ્થળે દોડી આવેલ અરુણકુમાર પરમાર અને ડીવાયએસપી સોનારાએ બનાવને નજરે સ્થાનિક લોકોના નિવેદનો લઇ પંચનામુ કર્યું હતું . ‘એ’ ડિવીઝન પી.આઇ. જોનાર તેમજ સમગ્ર ઘટનાને લઇ અનસાર ભાઇ ઇનાયત હુસેન શેખે ઉપરોક્ત હક્કીક્ત સાથે વેદ રાવલ , એક અજાણ્યો શખ્સ અને રીતેષ રાવલ સામે ફરીયાદ નોંધાવતા એ ડિવીઝન પી.આઇ. પરમારે આઇ.પી.સી. કલમ 302 , 294 ( ખ ) , 506( 2) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો કામે લગાડી છે .

યુવકો સામે પરિવારે હત્યાનો ગુનો નોંધાવ્યો : પોલીસ આ બાબતે તપાસ અધિકારી અરુણ પરમારે જણાવ્યું હતું કે, એક જ વિસ્તારમાં રહેતા હોય લોકડાઉન સમયે આ આરોપી યુવકો સાથે ગાડી પાર્કિંગ કરવા મામલે આ લોકોને બોલાચાલી થયેલ હતી.જેમને અગાઉ અમને ગાડીથી ઉડાડી દઈશું તેવી ધમકીઓ આપી હતી.આજે ગાડી ઘુસાડી બે લોકોને મારવામાં આવ્યા હોવાની ફરિયાદી શેખ અનાર ઇનાયતે આરોપી વેદ રાવલ ,રિતેશ રાવલ અને એક અજાણ્યા ઇસમ મળી ત્રણેય યુવકો સામે ફરિયાદ નોંધાઇ છે.પોલીસે 302 નો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આરોપીઓ હાલમાં ફરાર હોય શોધખોળ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...