• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Three Women Were Run Over By A Stray Bull In Aghar Village Of Patan, Two Of Them Died On The Spot, In A Hospital Between Life And Death.

આખલાએ જીવ લીધો:પાટણના અઘાર ગામે વિફરેલા આખલાએ ત્રણ મહિલાઓનો અડભેટે લેતા બેના ઘટના સ્થળે મોત, એક હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો હોય તેમ શુક્રવારના રોજ વહેલી સવારે સરસ્વતી તાલુકાના અઘાર ગામે માઢ પાર્ટી વિસ્તારમાં વિફરેલા આખલા એ માર્ગ પરથી પસાર થતી ત્રણ મહિલાઓને અડફેટે લેતાં ત્રણ મહિલાઓ પૈકીની બે મહિલાઓને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે બંનેના મોત નીપજયા હતા .જ્યારે એક મહિલાને ગંભીર હાલતમાં પાટણ શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.

આ સમગ્ર ઘટનાની ગામના પૂર્વ સરપંચ દ્વારા અપાયેલ હકીકત મુજબ શુક્રવારની વહેલી સવારે સરસ્વતી તાલુકાના અખાર ગામે માઢ પાર્ટીમાં રહેતાં દરબાર મંગાબેન દીપસિહ ઉ.વ.90 અને દરબાર કન્સુબેન હેમંતસિહ ઉ.વ.50 તેમજ દરબાર મંગુબેન ઉ.વ.આ.45 વર્ષ નાઓ બહાર બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક એક હરાયા બનેલા રખડતા આખલાએ આ ત્રણેય મહિલા ઉપર હિચકારો હુમલો કરતાં મહિલાઓએ બુમરાણ મચાવતા અફડા તફડી સાથે ભયનો માહોલ સર્જાયો હતો.

ગામનાં કેટલાક યુવાનોએ ઘટના સ્થળે દોડી આવી આ હરાયા આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હરાયા બનેલા આ આખલાએ ત્રણ પૈકી દરબાર મંગાબેન દીપસિહ અને દરબાર કન્સુબેન હેમંતસિહ ને બરોબરનાં ખદેડતા તે બન્ને મહિલાઓના ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી જવા પામ્યા હતા. તો દરબાર મંગુબેનને મહામુસીબતે ગામજનો દ્વારા હરાયા આખલાની ચુંગાલમાંથી છોડાવી તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અધાર ગામના માઢ પાર્ટી વિસ્તારમાં હરાયા આખલાએ મચાવેલા આતંકના પગલે ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ શહેર સહિત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા ઢોરોનો આતંક સામે આવતાં લોકોમાં આવા રખડતા ઢોરોની સમસ્યાનો અંત આણવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

જિલ્લામાં રખડતા ઢોરોએ 2 વર્ષમાં 5 લોકોના જીવ લીધા, 9 લોકોને ગંભીર ઇજાગ્રસ્ત કર્યા

  • રાધનપુરમાં રખડતા ઢોરે 7 માસ પૂર્વે મીરા દરવાજા પાસે વૃદ્ધ અને 4 માસ પૂર્વે એક મુસ્લિમ સમાજના યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડતા મોત થયું હતું.
  • પાટણમાં દોઢ વર્ષ પૂર્વે નાયતાના એક વૃદ્ધને ગાયે અડફેટે લઇ પછાડતા મોત થયું હતું, સુભાષચોક ખાતે એક વકીલને રસ્તામાં ઢોર વચ્ચે આવતા અકસ્માતમાં ગંભીર ઈજા થયા મોત થયું હતું.
  • સિદ્ધપુરમાં દોઢ વર્ષ પૂર્વે એક યુવકને અડફેટે લેતાં મોત થયું હતું.
  • પાટણ શહેરમાં રખડતા ઢોરોની હડફેટે લેવાની 7 ઘટનામાં ત્રણ લોકોને હેમરેજ, ચાર લોકોને ફેક્ચર થયા છે. રાધનપુરમાં સ્કૂલમાંથી બહાર આવતા એક બાળકને પેટના ભાગે શિંગડા ભરાવતાં ઈજા પહોંચી હતી. હારિજમાં એક બાઈક ચાલકને હડફેટે લેતા પહોંચી હતી

ગામમાં 200 થી વધુ રખડતા ઢોર
​​​​​​​
અધાર ગામના તાલુકા સદસ્ય રમેશસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગામમાં 200થી વધુ રખડતા આખલા અને ગાયોનું ટોળું ફરે છે.જે લોકોને અડફેટે લેતા ઈજાગ્રસ્ત કરી રહ્યા છે.

હડકવાગ્રસ્ત આખલો સીમમાં મૃત હાલતમાં મળતા ગ્રામજનોએ દફનવિધિ કરી
ગામનાં તાલુકા ડેલિગેટ લક્ષ્મણસિહ દરબારે જણાવ્યું કે આખલો ગ્રામજનો થી કાબુમાં ન આવતાં ધારાસભ્ય ને જાણ કરતાં પોલીસ, વન વિભાગ કર્મચારીઓની ટીમ ગામમાં આવી હતી પણ આ દરમિયાન હડકવા ગ્રસ્ત આખલો સીમમાં મૃત્યુ પામેલી હાલતમાં મળતા ગ્રામજનો દ્વારા દફન વિધિ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...