• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Three Women Health Workers Who Were Working At A Sub Center In Siddpur Started A Hunger Strike After They Were Dismissed From Their Jobs.

ન્યાય મેળવવા માટે ઉપવાસ:સિદ્ધપુરમાં સબ સેન્ટર ખાતે ફરજ બજાવતી ત્રણ મહિલા હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટી કરી દેવાતાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હેઠળ સિદ્ધપુર તાલુકામાં સબ સેન્ટર ખાતે ફરજ બજાવતી ત્રણ ફીમેલ હેલ્થ વર્કરને કારણ વગર નોકરીમાંથી છુટા કરી દેવાયા હતા. જેના કારણે આ આરોગ્ય કર્મચારી બહેનો પાટણ જિલ્લા પંચાયતના ગેટ આગળ ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર બેઠી હતી.
રાજકીય દબાણના કારણે અન્ય વ્યક્તિને ઓર્ડર આપ્યો
આ બાબતે તેમણે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાટણને રજૂઆત કરી હતી અને કોન્ટ્રાક્ટ એજન્સીને મળવા જણાવ્યું હતું. જેથી રાજદીપ એજન્સીને સંપર્ક કરતા તેમણે રાજકીય દબાણના કારણે અન્ય ત્રણ વ્યક્તિને ઓર્ડર આપ્યો હોવાનું જણાવ્યું હતું.
ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશુંઃ આરોગ્ય કાર્યકરો
મહિલા આરોગ્ય કાર્યકરોએ જણાવ્યું હતું કે, અમોએ કોરોનામાં ત્રણ વર્ષ ફરજ બજાવી હોવા છતાં અમને અન્યાય કરાયો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખીશું.

અન્ય સમાચારો પણ છે...