રાધનપુર મામલતદાર કચેરીમાં છતનું પોપડું પડતા ત્રણ તલાટીઓ ઘાયલ થયાની ઘટના સામે આવી છે. બુધવારે બપોરે સાડા બાર વાગ્યાંના સુમારે ત્રણ તલાટીઓ કામમાં વ્યસ્ત હતાં એ સમય દરમિયાનન છતના ધાબામાંથી એકાએક મોટુ પોપડું પડતાં ત્રણેય તલાટી ઘાયલ થયા હતાં, જોકે, સદનસિબે કોઈને ગંભીર ઈજાઓ થઇ ના હોવાથી પ્રાથમિક સારવાર બાદ ત્રણેયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
કસ્બા તલાટી કચેરીના તલાટીઓ યાસીનભાઈ દીવાન, રાકેશભાઈ ચૌધરી અને ભીલોટ સેજાના તલાટી કામ અર્થે આવ્યા હોઈ ત્રણેય કામમાં વ્યસ્ત હતાં એ સમય દરમ્યાન છતમાંથી મોટુ પોપડું પડતાં ત્રણેય સામાન્ય ઘાયલ થયા હતાં.જો આ સમયે અરજદારો હોત તો દુર્ઘટના મોટી સર્જાવાની શક્યતાઓ હતી.
આ અંગે મામલતદાર જનકબેન મહેતાના જણાવ્યા મુજબ, ત્રણેયને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. છતનું પોપડું પહેલાં પંખા ઉપર અને ત્યારબાદ નીચે પડ્યું હોઈ ખાસ ઈજાઓ થઇ નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.