કેમ્પ:અજીમાણા ગામે પ્રવેશ દ્વારના લોકાર્પણ સાથે ત્રિવિધ કાર્યક્રમો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અજીમાણા ગામે પ્રવેશ દ્વાર બ્લડ ડોનેશન અને સર્વ રોગ નિદાન કેમ્પ નો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
અજીમાણા ગામે પ્રવેશ દ્વાર બ્લડ ડોનેશન અને સર્વ રોગ નિદાન કેમ્પ નો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
  • રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

સરસ્વતી તાલુકાના અજીમણા ગામે રવિવારે પ્રવેશ દ્વાર, બ્લડ ડોનેશન કેમ્પ અને સવૅરોગ નિદાન કેમ્પ મળી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અજીમણા ગામે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમની દેસાઈ મગનભાઈ કેશરાભાઈ પ્રવેશ દ્વાર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે રિબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પાટણની લાયન્સ કલબ અને રેડકોક્રોસ સોસાયટીનાં સૌજન્યથી લાયન્સ સભ્ય રાજુભાઈ હરગોવનભાઈ દેસાઈનાં જન્મ દિન નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ અને સવૅરોગ નિદાન કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, કમલીવાડા ગામના વિક્રમભાઈ ભુવાજી, પાટણના ધારાસભ્ય ર્ડા. કિરીટ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન દશરથભાઈ પટેલ, લાયન્સ ક્લબના ધમૅશ સોની, મુકેશભાઈ જે.પટેલ, ઈસી સભ્ય શૈલેષ પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...