પાટણ શહેરના યુવાનને વ્યાજે લીધેલા નાણા પરત ન કરતા ઘરેણા અને જમીન પડાવી લીધી તેમજ 10 લાખની રકમનું 50 લાખ વ્યાજ સાથે કરીને અવારનવાર ઉઘરાણી કરી હતી રકમની વસૂલાત પૂરી ન થતાં વચ્ચે અપાવનાર વેપારીને ઘરે જઈ અવારનવાર અપહરણની ધમકી આપી હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરમાં રહેતા વિપુલભાઈ મહાસુખલાલ મોદી એકાદ વર્ષ અગાઉ શેરબજારમાં પરિચયમાં આવેલા મોદી કલ્પેશકુમાર હસમુખલાલએ વિપુલભાઈને જણાવ્યું હતું કે તમારે વ્યાજેથી દાગીના ઉપર પૈસાની જરૂર હોય તો લઈ જજો તેવું જણાવ્યું હતું ત્યારે વિપુલભાઈએ તેમના મિત્ર અનિલભાઈ પ્રહલાદભાઈ સોની દસ લાખ રૂપિયા વ્યાજે કલ્પેશ કુમાર મોદી પાસેથી લીધા હતા.
વ્યાજની રકમ ભરપાઈ ન કરી શકતા દાગીના તેઓએ લઈ લીધા હતા તેઓને દબાણ કરી વ્યાજની રકમ રૂ. 50 લાખ લેવાના નીકળતા હોઇ તેમની જમીન પડાવી લઈ તેમની પત્નીના માસાના નામે કરાવી કરાવી લીધી હતી. તેમ છતાં તેઓની પૈસા પુરા ન થતા વિપુલભાઈ મોદી પાસે ઘરે જઈ ત્રણે શખ્સો અપહરણ કરવાની ધમકી આપતાં વિપુલભાઈ મોદીએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે મોદી કલ્પેશકુમાર હસમુખલાલ અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.