કાર્યવાહી:પાટણમાં 50 હજારની લૂંટ કેસમાં ત્રણ શખ્સોને 4 દિવસના રિમાન્ડ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘરમાં ઘૂસી વૃદ્ધનું ગળું દબાવીને લૂંટ કરી હતી : આરોપીઓ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ પોલીસ તેની તપાસ કરાશે

પાટણની ગોળશેરીમાં કોકાના પાડામાં રહેતા સિનિયર સિટિઝનના ઘરમાં ઘૂસી ગળું દબાવી રૂ. 50 હજારની લૂંટ કરવામાં પકડાયેલા ત્રણ શખ્શોને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે.પાટણ શહેરની ગોળ શેરીમાં રહેતા પ્રકાશભાઈ શાહનું ગળુ દબાવીને રૂ. 50 હજારની લૂંટ કરવામાં પાટણના અલ્પેશ ઉર્ફે અપ્પુડી પરસોત્તમભાઈ પટેલ, મહમંદ સોહેલઅયુબભાઈ મલેક અને મોહમ્મદ ઇમરાન શેખને પોલીસે રૂ 41000ની રોકડ સાથે પકડી લીધા હતા.

બાદમાં બુધવારે ત્રણેય શખ્સોને કોર્ટમાં રજૂ કરી લૂંટમાં ગયેલા બાકીના રૂ. 9000 પરત મેળવવા માટે તેમની ઓળખ પરેડ કરવા તેમજ અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ કરવા માટે પોલીસે કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેવું તપાસ અધિકારી એ.સી પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...