પાટણના હિંગળા ચાચર સર્કલ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. જેથી પાટણ અને ધારપુરની 108 દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા એકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતની ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગ પર હિંગળા ચાચર સર્કલ પરથી રવીવારના રોજ બપોરના સમયે બાઈક પર પસાર થઈ રહેલા રમેશ વિરમભાઇ પ્રજાપતિ સાથે સામેથી બાઈક પર આવી રહેલા બહુચરાજી નજીકનાં જામપુર ગામનાં બે યુવાનો ધડાકાભેર અથડાતા ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા. જેમાં બે લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા માર્ગ પર લોહીના ખાબોચિયાં ભરાયાં હતાં.
આ અકસ્માતને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને પાટણ 108 અને ધારપુર 108ને જાણ કરાતા 108ની ટીમ આવી પહોચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.