તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા મંજૂર થયેલી ત્રણ નવી કોલેજોએ શરૂ થાય તે પહેલાં જ બંધ કરવા માટે અરજી કરી

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફાયર સેફ્ટીની શામળાજી, મોડાસા અને પાટણની કોલેજે બંધ કરવા માટે અરજી કરી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂર કરેલ નવીન ફાયર સેફ્ટી અને એસ.આઈની 3 કોલેજો શરૂ થાય તે પહેલાં જ બંધ કરવા માટે અરજીઓ આવી છે. યુનિવર્સિટીએ કોલેજોની અરજીઓ સ્વીકારી બંધ કરવા માટે મંજૂરી આપવામાં આવતા આ ત્રણેય કોલેજો હવે શરૂ થશે નહીં.

યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતમાં સુરક્ષા અને આરોગ્યના સ્ટાફમાં વધારો થાય તે માટે નવીન સ્ટાફ તૈયાર કરવાના અનુસંધાને એક સાથે ઉત્તર ગુજરાતમાં ફાયર સેફટી અને એસ.આઈની 58 કોલેજોને શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી સાબરકાંઠામાં કે.આર.કટારા ફાયર સેફ્ટી કોલેજ શામળાજી, તત્વ ફાઉન્ડેશન ફાયર સેફ્ટી કોલેજ મોડાસા તેમજ પાટણ એન.જી.ઇ.એસ પાટણની મળી કુલ 3 કોલેજો નવીન શૈક્ષણિક વર્ષમાં શરૂ થાય તે પહેલાં જ બંધ કરવા માટે યુનિવર્સિટીમાં અરજી કરવામાં આવી હતી.

યુનિવર્સિટી દ્વારા મંડળ અને સંસ્થાઓ કોલેજો શરૂ કરવા ન માંગતા હોય અરજીને સ્વીકારી બંધ કરવા મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણેય કોલેજો પ્રથમ વર્ષમાં જ શરૂ થાય તે પહેલાં જ બંધ થતાં શૈક્ષણિક ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...