સુવિધામાં વધારો:પાટણ જિલ્લામાં ત્રણ નવી 108 એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ, જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ નિરીક્ષણ કરી માહિતી મેળવી

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણમાંથી બે એમ્બ્યુલન્સ એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ જ્યારે એક બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ 1 સિદ્ધપુર ખાતે, 1 પાટણ ખાતે તથા 1 એમ્બ્યુલન્સ બાસ્પા ખાતે કાર્યરત રહેશે

પાટણ જિલ્લામાં ત્રણ નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે ગુરૂવારના રોજ જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરઝાના હસ્તે રીબીન કાપીને તથા ફ્લેગ ઓફ કરીને જિલ્લાની નવી ત્રણ 108 એમ્બ્યુલન્સને કાર્યરત બનાવવામા આવી હતી.

આ ત્રણ એમ્બ્યુલન્સમાંથી બે એમ્બ્યુલન્સ એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ છે, જ્યારે એક એમ્બ્યુલન્સ બેઝિક લાઈફ સપોર્ટ સિસ્ટમથી સજ્જ છે.

આ ત્રણ એમ્બ્યુલન્સ પૈકી 1 સિદ્ધપુર ખાતે, 1 પાટણ ખાતે તથા 1 એમ્બ્યુલન્સ બાસ્પા ખાતે કાર્યરત રહેશે. પાટણ જિલ્લામાં નવીન ત્રણ 108 એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 108 એમ્બ્યુલન્સની વિઝીટ પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે 108 ના ઉત્તર ગુજરાત પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર દ્વારા કલેક્ટર તથા DDOને 108 એમ્બ્યુલન્સ વિશે માહિતગાર કરી જિલ્લામાં 108 ના કાર્ય વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનનું સંચાલન પાટણ જિલ્લા 108 ના અધિકારી નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં 108 ના ઈએમટી, પાઇલોટ, ખિલખિલાટ સ્ટાફ તથા અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...