MLAની ચીમકી:પાટણના ધારસભ્ય કિરીટ પટેલે ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને લઇને સીએમ રૂપાણી અને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો, સમયસર નિવારણ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ત્રણ ધારાસભ્યોએ કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી સાથે મિટિંગ કરીને કોરોનાની વિકટની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી - Divya Bhaskar
ત્રણ ધારાસભ્યોએ કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી સાથે મિટિંગ કરીને કોરોનાની વિકટની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી
  • ધારાસભ્ય કિરીટ પટેલે કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેસીને આંદોલનની ચીમકી ઉચ્ચારી
  • કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઇએ કોરોનાની વિકટ પરિસ્થિતિ અંગે કલેક્ટર સાથે ચર્ચા કરી
  • દર્દીઓને ખાલી બેડની જાણકારી મળી રહે તે માટે વેબસાઇટ બાબતે પણ રજૂઆત કરવામાં આવી

પાટણમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછતને લઇને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે, અને પૂરતા પ્રમાણમાં સમયસર જથ્થો નહીં મળે તો કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેસીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે જિલ્લામાં કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં બેડ, ઓકિસજન, આઇસીયું અને રેમડેસિવીર ઇજેક્શન જેવી સુવિધાઓની અછત અને ઉપલબ્ધતા બાબતે પાટણ જિલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ કલેકટર કચેરી ખાતે કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી સાથે મિટિંગ કરીને કોરોનાની વિકટની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ધારાસભ્ય કિરીટ પટેલે પત્રમાં લખ્યું છે કે, રાજયમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે ખેંચ વર્તાય છે. જેના લીધે હજારો દર્દીઓના મૃત્યુ થયા છે. સરકાર રેમડેસિવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો પુરો પાડી શકી નથી અને તેના ભાવ પણ નિયંતિત્ર કરી શકી નથી. આ બાબતે મેં અગાઉ પણ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરેલી છે. છેલ્લા બે દીવસથી પાટણ જીલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન સાથે સાથે ઓક્સિજનની પણ ભારે ખેંચ સર્જાઈ છે. માત્ર હોસ્પિટલોમાં દાખલ હોય તેવા દર્દીઓને જ ઓક્સિજન આપવામાં આવે છે . ઘરે સારવાર લેતા દર્દીઓને ઓકસીજન પુરો પાડવામાં આવતો નથી. ઓક્સિજનની બોટલ ભરાવવા માટે લોકોએ ભારે મુશ્કેલી અનુભવવી પડી છે.

સરકારને આ બધી બાબતે ગંભીતા લઈ પાટણ જીલ્લામાં તાત્કાલીક પુરતા પ્રમાણમાં બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા વિનંતી છે અને તાત્કાલીક વ્યવસ્થા નહી કરવામાં આવે તો જિલ્લા અને પાટણ વિસ્તારના જરૂરીયાત મંદ દર્દીઓ અને લોકો માટે ના છુટકે મારે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે.

ધારાસભ્યોની કલેક્ટરને રજૂઆત
જ્યારે જિલ્લામાં કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં બેડ, ઓકિસજન, આઇસીયું અને રેમડેસિવીર ઇજેક્શન જેવી સુવિધાઓની અછત અને ઉપલબ્ધતા બાબતે પાટણ જિલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો જેમાં પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ પાટણ કલેકટર કચેરી ખાતે કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી સાથે મિટિંગ કરીને કોરોનાની વિકટની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ધારાસભ્ય ચંદનજીએ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે 50 બેડની વ્યવસ્થા વધારવા અને સિવિલ હોસ્પિટલમાં તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં રેમડેસિવીર ઇજેક્શન અને ઓકિસજન તાત્કાલિક ધોરણે પૂરો પાડવા માટે રજુઆત કરી હતી. વધુમાં તેમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને 15ના સ્કોર પર રેમડેસિવીર ઇજેક્શન આપવામાં આવે છે તેને 10થી 15ના સ્કોર વચ્ચે આપવામાં આવે તો દર્દીને ઓક્સિજનની જરૂર ઓછી પડે અને દર્દીને રિકવરીના ચાન્સ વધુ રહેતા હોવાનું જણાવ્યું હતું.

ધારાસભ્ય કિરીટ પટેલે કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસિવીર ઇજેક્શન ત્રણ-ચાર દિવસે મળે છે એને બદલે જરૂરિયાત મુજબ તાત્કાલિક મળી રહે તેમજ ઓકિસજન પણ તાત્કાલિક મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાય તે માટે રજુઆત કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાના દર્દીઓ માટે કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે. કઈ હોસ્પિટલમાં જગ્યા છે વગેરે દર્દીઓ અને તેમના સગા જાણી શકે તે માટે એક વેબસાઈટ અપડેટ કરવા અને જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે એક એક કિવિડ કેર સેન્ટર કાર્યરત કરી તેમાં પીએચસી, સીએચસીના ડોક્ટરો, સ્ટાફ અને બેડ સહિતનો ઉપયોગ કરી દર્દીઓને તાલુકા કક્ષાએ જ પ્રાથમિક સારવાર મળી શકે અને વધારે જરૂરી લાગે તો જ ત્યાંથી ધારપુર કે પાટણમાં ખસેડવામાં આવે તો હોસ્પિટલ પરનું દર્દીઓનું ભારણ ઘટી શકે અને બિનજરૂરી વેઈટિંગ પણ ઘટી શકે. એમ રજુઆત કરાઈ હતી

અન્ય સમાચારો પણ છે...