તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખદ:પાટણના સંખારીમાં તળાવમાં ભેંસોને પાણી પીવડાવવા દાદા સાથે ગયેલા ત્રણ બાળકો ડૂબ્યા, બેના મોત એકનો બચાવ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાવના પગલે સંખારી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

પાટણ નજીક આવેલા સંખારી ગામમાં તળાવમાં ભેંસોને પાણી પીવડાવવા દાદા સાથે ગયેલા ત્રણ બાળકો પાણીમાં ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં બે બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યું છે.

સંખારી ગામમાં જીઇબી પાસે રહેતા સંખારી ગામના ઠાકોર કુરાજી પોતાની ભેંસોને લઈ બપોરના સુમારે પાણી પીવડાવવા માટે પોતાના પૌત્ર, પૌત્રી અને ભણીયાને સાથે લઇ ગયા હતા. જેમાં ઠાકોર પ્રવીણજી કુરાજી ઠાકોરનો પોત્ર અને પરેશજી ઠાકોરની પુત્રી અને એમનો ભાણિયો કોઈ કારણસર તળાવમાં પડી જતા પૌત્ર અને પૌત્રીનું તળાવમાં ડૂબવાથી મોત થયું હતું. જયારે ભાણીયાને બચાવી લેવાયો હતો.

બે બાળકોના ઘટના સ્થળે જ મોત
બે બાળકોના ઘટના સ્થળે જ મોત

ગામ તળાવમાં ત્રણ માસુમ ડૂબ્યા હોવાની જાણ થતાં આખુ સંખારી ગામ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. બનાવને લઇ પરિવાર ઉપર દુઃખ નું આભ ફાટ્યું હતું. બનાવની જાણ 108ને કરાતાં એમબ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે આ બાબતે પોલીસ દફતરે જાણ કરી હોવાનું જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...