ફરિયાદ:હારિજમાં 1.76 લાખ દંડ નહીં ભરો તો સમાજ બહાર મૂકવાની ધમકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા સમાજના યુવક સાથે લગ્ન કરતાં યુવતીના પિતાને અમદાવાદના પાંચ શખ્સોએ ધમકી આપ્યાની ફરિયાદ

હારિજની યુવતીએ બીજા સમાજના છોકરા સાથે લગ્ન કર્યા હોવાથી અમદાવાદના 5 શખ્સોએ યુવતીના પિતાને સમાજનો દંડ નહીં ભરો તો સમાજ બહાર મૂકવાની ધમકી આપી બળજબરીપૂર્વક દંડની રકમ કઢાવવાનું કૃત્ય આચર્યું હોવાની દીકરીએ હારિજ પોલીસ મથકે અમદાવાદના 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

હારિજના એક યુવતી બીજા સમાજના છોકરા સાથે લગ્ન કર્યા હોવાથી અમદાવાદ 5 શખ્સોએ યુવતીના પિતાને સમાજનો દંડ રૂ.1.76 લાખ ભરવા કહ્યું હતું. અને જો સમાજનો દંડ નહીં ભરે તો સમાજની બહાર કરવાની ધમકી આપી પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ભયમાં મૂકી બળજબરીપૂર્વક દંડની રકમ કઢાવવાનું કૃત્ય આચર્યું હોવાની હારિજની યુવતીએ અમદાવાદના 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...