તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો ચિંતીત:વરસાદ ખેંચાતાં 96,000 હેક્ટર જમીનમાં ખરીફ પાક પર ખતરો

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદ ખેંચાતા હારિજ પંથકમાં અડદનો પાક મુરઝાવવા લાગ્યો હતો - Divya Bhaskar
વરસાદ ખેંચાતા હારિજ પંથકમાં અડદનો પાક મુરઝાવવા લાગ્યો હતો
  • પાક પરિસ્થિતિનો પાટણ જિલ્લા ખેતીવાડી તંત્રએ સરકારને રિપોર્ટ કર્યો, સરકારમાં મોકલી આપશે
  • હવે માત્ર પાંચ દિવસમાં વરસાદ નહીં થાય તો કપાસ સહિતનો ખરીફ પાક નિષ્ફળ જવાની ભીતિ

વરસાદ ખેંચાતા પાટણ જિલ્લામાં બીટી કપાસ, કઠોળ, ઘાસચારો સહિતના 96,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાક પર ખતરો ઉભો થયો છે. માત્ર પાંચ દિવસમાં વરસાદ નહીં થાય તો ઉગતો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે આ બાબતે જિલ્લા ખેતીવાડી તંત્રએ પણ પાક પરિસ્થિતિનો સરકારમાં રિપોર્ટ કર્યો છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ કુલ 112.77 મીમી વરસાદ થયો છે. છેલ્લા દસ દિવસથી બિલકુલ વરસાદ નથી જેના કારણે વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. વરસાદ ખેંચાતા પાટણ, હારિજ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર, સમી, શંખેશ્વર અને સાંતલપુર પંથકમાં ઉભા પાકને પાણીની ખેંચ વર્તાઇ રહી છે. જેના કારણે ખેડૂતોએ બીટી કપાસમાં પિયત આપવાનું શરૂ કર્યું છે. આગામી પાંચેક દિવસમાં વરસાદ ન થાય તો બીટી કપાસ, અડદ, મગ, જુવાર, રજકા, બાજરી સહિતનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે.

જેના કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. જોકે સમી અને સાંતલપુરના કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો ન હોવાથી હજુ વાવેતર પણ થઈ શક્યું નથી.આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે વરસાદ ખેંચાતા ખેડૂતોએ કપાસના પાકમાં પિયત આપી પાક ટકાવી રાખ્યો છે. આગામી દિવસોમાં વરસાદ ન થાય તો પાક પર ખતરો ઊભો થશે.

લોધી ગામના ખેડૂત મુકેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે સરસ્વતી પંથકમાં પહેલા વરસાદમાં મોટાભાગના ખેડૂતોએ કઠોળ,બાજરી,જુવાર અને બંટી અને કપાસ વરસાદ આધારીત ખેતી કરવામાં આવી છે પણ જો ચાર-પાંચ દિવસ સુધી વરસાદ ખેંચાય તો વાવેતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે.

વાવેતર (હે)
પાકવાવેતર

બીટી કપાસ

19840
દેશી કપાસ4526
અડદ20379
મગ4251
બાજરી2900
મગફળી871
ઘાસચારો36430
વાવેતર (હે)
તાલુકોવાવેતર
ચાણસ્મા1400
હારીજ12615
પાટણ10625
રાધનપુર11650
સમી13103
સાંતલપુર10752
સરસ્વતી9189
શંખેશ્વર6440
સિદ્ધપુર7820
વરસાદ (મીમી)
તાલુકોવરસાદ
ચાણસ્મા90
પાટણ110
રાધનપુર186
શંખેશ્વર50
સમી82
સરસ્વતી150
સાંતલપુર9
સિદ્ધપુર218
હારીજ120
અન્ય સમાચારો પણ છે...