• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Thousands Of Tourists Visit Ranakiwav During Diwali Festival In Patan, People Were Seen Taking Selfies With Their Families

વર્લ્ડ હેરિટેજ જોવા લોકો ઉમટ્યા:પાટણમાં દિવાળી તહેવારમાં હજારો પ્રવાસીઓએ રાણકીવાવની મુલાકાત લીધી, પરીવાર સાથે લોકો સેલ્ફી લેતા નજરે પડયા

પાટણએક મહિનો પહેલા
  • ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીગ તળાવની મુલાકાત લીધી

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવામાં દિવાળી તહેવારમાં સહેલાણીઓ અને પ્રવાસીઓની ભીડ જામી હતી. છેલ્લા બે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોએ રાણકીવાવ અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લીધી હતી. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવની યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડયા હતા.

દિવાળીના તહેવારોમાં વર્લ્ડ હેરિટેજ પાટણની રાણકીવાવને નિહાળવા માટે પર્યટકો ઉમટી પડતા રાણકીવાવ સંકુલ પર્યટકોથી ઉભરાઇ ગયુ હતું. છેલ્લા બે દિવસમાં હજારો ભારતીય અને વિદેશ પ્રવાસીઓએ રાણકીવાવ અને સહસ્ત્રલીગ તળાવની મુલાકાત લીધી છે. છેલ્લા બે દિવસમાં શુક્રવારથી શનિવાર સુધીમાં હજારો જેટલા ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવને નિહાળી હતી. કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથેની યાદગીરી માટે સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. હજું આગામી દિવસોમાં પર્યાટકોનો ધસારો વધશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. મહેસાણાથી પરિવાર સાથે આવેલા પ્રવાસી અજુ બેને જણાવ્યું હતું કે, રાણકીવાવની વર્ષો જુની પ્રતિમા દેખીને બહુ આનંદ આવ્યો હતો.

પાટણની આ ઐતિહાસિક વાવ ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે. તેનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકાર દ્વારા 100ની ચલણી નોટ પર આ વાવને મૂકી છે. અણહિલપુર પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમરપ્રેમનું પ્રતીક છે. તેને તળપદી ભાષામાં રાણકીવાવ કહે છે.

રાણકી વાવનો ઇતિહાસઅણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના રાજા રાખેગારના પુત્રી રાણી ઉદયમતીએ 11 મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.

કાળક્રમે સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય કારણસર આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, 20 મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ રાણકીવાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઈ.સ. 1968 માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ખોદકામ શરૂ કર્યું હતું. ઇતિહાસના પાને નોંધાયેલી હકીકત અનુસાર રાજા ભીમદેવ પ્રત્યેના અસીમ અને અમીટ પ્રેમને રાણી ઉદયમતીએ વાવ સ્વરૂપે પોતાના પ્રેમને અમર બનાવ્યો હતો.

એક સહસ્ત્ર કરતાં પણ વધારે વર્ષ પુરાની વાવ સોલંકીકાળના સ્થાપત્યો અને વાવ-સરોવરોનો એક કલાત્મક પુરાવો છે. ઈતિહાસમાં નોંધાયેલી હકીકત અનુસાર પાટણમાં સોલંકીયુગના શાસનકાળમાં રાજાઓએ અહિલવાડ એટલે કે પાટણની આસપાસના પ્રદેશમાં 7224 જેટલી વાવો તેમજ 5125 જેટલાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું. જેમાં રાણીની વાવ રાજધરાનાના ઉપયોગની મિલક્ત ગણાતી હતી.

અન્ય સમાચારો પણ છે...