પરીક્ષાઓનો આરંભ:નાપાસ થનારને બીજી તક નહીં મળે, ન બેસનાર જ બીજી પરીક્ષા આપી શકશે

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી યુનિવર્સિટીની સ્નાતક-અનુસ્નાતક સેમ-3ની પરીક્ષાઓનો આરંભ
  • પ્રથમ પરીક્ષા ના આપનાર છાત્રો નાપાસ ગણાશે નહીં કે રીઝલ્ટ માં ટ્રાયલ પણ લખાશે નહીં

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બરની પરીક્ષાઓને લઇ કુલપતિ દ્વારા કરવામાં આવેલા વારંવાર પરિપત્રને લઇ 27 ડિસેમ્બર અને 6 જાન્યુઆરી બંને તબક્કાની પરીક્ષામાં અંદાજે 1.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોઈ પરીક્ષામાં આપવામાં આવેલી બીજી તકના નિર્ણયને લઈને અનેક મૂંઝવણો હોઈ દિવ્ય ભાસ્કર દ્વારા આ બાબતે પરીક્ષા નિયામક સાથે ચર્ચા કરી પરિપત્રનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ પરીક્ષા આપનાર વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થશે તો પણ તેને બીજી તક મળશે નહીં અને પ્રથમ પરીક્ષાના આપનાર છાત્રોની જ બીજી પરીક્ષા યોજાશે. જે ફેબ્રુઆરી લેવાશે.

િવદ્યાર્થીઓને મૂંઝવતા 5 પ્રશ્નોનું સ્પષ્ટીકરણ

  • પ્રથમ પરીક્ષા આપશે તેમાં વિદ્યાર્થી નાપાસ થશે તો તેને બીજી તક આપવા મળશે નહીં.
  • પ્રથમ પરીક્ષા ના આપનાર છાત્રોને હાલમાં કોઈ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે નહીં.
  • પ્રથમ પરીક્ષા આપશે નહીં તો પણ તે નપાસ ગણાશે નહીં. અને બીજી પરીક્ષા આપશે તેના પરિણામમાં પણ ટ્રાયલ લખાયેલ આવશે નહીં.
  • બીજી તકમાં પણ પરીક્ષા ફક્ત ઓફલાઈન જ લેવાશે. જે ફેબ્રુઆરી મહિનામાં યોજાશે.
  • પ્રથમ પરીક્ષામાં ગેરહાજર છાત્રોની જ સીટ નંબર આધારિત બીજી પરીક્ષા લેવાશે.
  • પ્રશ્નપત્ર જૂની પદ્ધતિ પ્રમાણે જ ગુણ અને સમય રહેશે, કોઈ ફેરફાર કરાયો નથી.

કોરોના ગાઈડ લાઇન પાલન-ઓબ્ઝર્વેશન માટે 17 ટીમ બનાવી
પરીક્ષા સેન્ટરોમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તેમજ પરીક્ષામાં કોઈ ગેરરીતી ના થાય તેના ઓબ્ઝર્વેશન માટે સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન કેન્દ્ર યુનિમાં બનાવવામાં આવ્યું છે. અને ઉ.ગુ ના સેન્ટરો ઉપર તપાસ કરવા માટે 17 ટીમો બનાવી છે.જે પરીક્ષા કેન્દ્રો ઉપર ફરીને નિરીક્ષણ કરશે.

અન્ય સમાચારો પણ છે...