તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણ યુનિવર્સિટીમાં ઓક્સિજન રિફલીંગ પ્લાન્ટ માટે તેર હજાર લીટર ક્ષમતાની ટેન્ક ફીટ કરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • 3 દિવસમાં પ્લાન્ટ તૈયાર કરવાની ઈજનેરોએ તૈયારી બતાવી

કોરોના મહામારીએ પાટણ જિલ્લામાં કહેર વર્તવ્યો છે.જેના કારણે પાટણ જિલ્લામાં ઓક્સિજન ની તીવ્ર અછત ઉદભવતા દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્સિજનનો રીફલિંગ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કરાયો હતો યુનિવર્સિટીમાં રિફિલિંગ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા ની કામગીરી પુર જોશ માં ચાલી રહી છે.

ત્યારે આજે મંગળવારે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની ટીમ દ્વારા સ્થળ ઉપર ટેન્ક ફિટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આગામી ત્રણ દિવસ માં શરૂ થઈ જશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ત્રીજા ગેટ પાસે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે વડોદરાની શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ગેસ એજન્સીને વર્કઓર્ડર આપવામાં આવ્યો છે.

જેને લઈ સોમવારે ટીમ દ્વારા સ્થળ પર આવી ઓક્સિજન ટેન્ક ફિટ કરાઈ હતી સાથે પ્લાન્ટ નું બાંધકામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વીજળી અને અન્ય આનુસંગિક કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે રૂ .90 લાખ ખર્ચ થવાનો અંદાજ છે.

હાલમાં યુનિવર્સિટી ખાતે બની રહેલ ઓક્સિજન પ્લાન્ટ ની સ્થળ પર ટેન્ક ફિટ કરવાની કામગીરી સમયે વડોદરાના એન્જીનીયર,યુનિ ના કુલપતિ જે. જે .વોરા ,ઈસી મેમ્બર સ્નેહલ ભાઈ પટેલ ,પ્રયાસ ફાઉન્ડેશ ના પારસ ભાઈ પટેલ ,યુનિના એન્જીનીયર વિપુલભાઈ સાડેસરા ઉપસ્થિત રહ્યા હતા.

યુનિ ના કુલપતી ડો .જે જે વોરાએ જણાવ્યું હતું કે આજ રોજ યુનિ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભો થઇ રહ્યો છે જેને લઈ આજે વડોદરા થી ટેન્ક આવી છે જેને ફિટ કરવાની કામગરી ચાલી રહી છે જે 13 હજાર કિલો ગેસ ભરી આ પાલન્ટ મારફતે રીફિલિગ થશે જેમાં એક સાથે 15 થી 20 સિલિન્ડર ભરાશે દોઢ કલાક માં 20 જેટલા ઓક્સિજન ના સિલિન્ડર ભરાશે જેને લઈ ઓક્સિજન ડિમાન્ડ ને પુરી કરી શકીશું.

પાટણ જિલ્લા અને નજીક ના વિસ્તારમાં ઓક્સિજન સપ્લાય કરી શકીશું. અનેક પેશન્ટ ને આનાથી ફાયદો થશે.આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ માં અને યુનિ ના સાયન્સ ડિપાર્ટમેન્ટ માં અમુક પ્રયોગ માં ઓક્સિજન જરૂર પડતી હોય છે.ગુજરાત ની આ પહેલી યુનિવર્સિટીછે જેમાં આ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કર્યો છે.જેનાથી પેશન્ટ અને હોસ્પિટલમાં મુખ્યત મદદ થાય તે આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...