તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાધનપુર, ચંદ્રુમાણા અને દેથળીથી તેર જુગારી ઝડપાયા, એક ફરાર

પાટણ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસે રૂ. 35,600નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો

રાધનપુર અને સિદ્ધપુરના દેથળી અને પાટણના ચંદ્રુમાણા ગામે જુગાર રમતા હોવાની બાતમી અાધારે પોલીસે રેડ કરી 13 શકુનીઅો રોકડ રૂ. 35,600 સાથે ઝડપયા હતા. અા રેડ દરમિયાન અેક શખ્સ ફરાર થઇ ગયો હતો. રાધનપુરના મોટા ઠાકોરવાસના રહેણાંક મકાનમાં હારજીતનો જુગાર રમતો હોવાની બાતમી અાધારે રાધનપુર પોલીસે રેડ કરતાં 4 શકુનીઅોને રોકડ રૂ. 4330 સાથે ઝડપાયા હતા.

જ્યારે જયેશભાઇ ઉર્ફે ભોલો છગનભાઇ ઠાકોર ફરાર થઈ ગયો હતો. તો સિદ્ધપુરના દેથળી ગામે સિદ્ધપુર પોલીસે રેડ કરી ચાર શકુનીઅોને રોકડ રૂ. 1810 સાથે ઝડપી પાડ્યા હતા. પાટણના ચંદ્રુમાણાની ખારીઘારીયાલ ગામ તરફ જવાના રસ્તે પોલીસે રેડ કરી જુગાર રમતા 5 શકુનીઅો રોકડ રૂ. 29460 તેમજ મોબાઇલ નં-05 (કિ.રૂ.38500), બે બાઇક (કિ.રૂ. 18000) મળી કુલ રૂ. 85960 મુદ્દામાલ જપ્ત કરી પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ઝડપાયેલા જુગારીઓ
રાધનપુર : સથવારા બટુક વસંતભાઇ, પ્રતાપભાઇ દાનાભાઇ ઠાકોર, ઇમરાનભાઇ હારૂનભાઇ ઘાંચી, નાસીરખાન રસીમખાન પઠાણ રહે. રાધનપુર અને જયેશભાઇ ઉર્ફે ભોલો છગનભાઇ ઠાકોર રહે. રાધનપુર (ફરાર)
દેથળી : બકુલભાઇ ભેમાભાઇ સોલંકી, મનુભાઇ ભેમાભાઇ સોલંકી, પ્રહલાદભાઇ રત્નભાઇ સોલંકી, ગીરીશભાઇ પશાભાઇ સોલંકી
ચંદ્રુમાણા : ભદ્રેશભાઇ, ડાર્વીનકુમાર, અશ્વિનકુમાર, ભરતભાઇ અને દરબાર કરણસિંહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો