પાટણના સિધ્ધપુર હાઈવે વિસ્તારમાં નવીન બનાવેલા બ્રિજની નીચેના બન્ને સાઇડના ડાયવર્ઝન માર્ગ પર ભૂગર્ભ ગટર ચોકઅપ બનવાના કારણે દૂષિત પાણીની રેલમછેલ થતાં લોકોને હાલાકી પડી રહી હતી. જેથી પાલિકા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવતાં આખરે પાલિકા દ્વારા જેસીબી મશીનની મદદથી ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી દરમિયાન આ વિસ્તારની મુખ્ય પાણીની પાઇપ લાઇનમા ભંગાણ સર્જાયુ હતું. જેથી ફરી વખત લોકોને મુશ્કેલી પડી હતી.
આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનું પાલિકાએ નિરાકરણ લાવ્યું હતું, જોકે, મુખ્ય પાણીની પાઇપ લાઇનમા ભંગાણ સર્જાતા ફરી રોડ પર પાણી ફળી વળ્યાં હતા. જેસીબી મશીન દ્વારા ખોદવામાં આવેલાં ખાડાનું બરોબર પુરાણ નહીં કરાતા રોડ પરના ખાડામાં પાણી ભરાતા માર્ગ પરથી પસાર થતા અનેક વાહનચાલકો સહિત રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાઈવે ચાર રસ્તાની પાસે બનેલા નવીન બ્રિજની પાસે ભૂગર્ભ ગટર રીપેર કર્યા પછી પુરાણની કોઈપણ જાતની કામગીરી ના કરતા અને લિકેજ પાણીની પાઈપ લાઈનનાં કારણે આ વિસ્તારમાં ગારાનું સામ્રાજ્ય સર્જાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.