તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:સપ્તાહમાં છ દિવસ નાની વયના અને ગ્રામ્ય વિસ્તારના કેસમાં વધારો થયો

પાટણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 45 વર્ષથી નાની ઉમરના કેસ 2.05 ટકા વધારે નોંધાયા
 • છેલ્લા સપ્તાહમાં નોંધાયેલા 1216 પૈકી 812 ગ્રામ્ય વિસ્તારના જ્યારે 404 શહેરી કેસ

જિલ્લામાં એપ્રિલની શરૂઆતથી ગ્રામ્ય વિસ્તારમાં અને સાથે સાથે 45 વર્ષથી નાની વયના લોકોમાં સંક્રમણ સતત રીતે વધી રહ્યું છે. કેટલાક દિવસથી 200થી વધુ કેસ આવી રહ્યા છે જેના લીધે ગ્રામ્ય અને નાની વયના લોકોની સંક્રમિતની ટકાવારી પણ વધી રહી છે. ગયા રવિવારથી સોમવાર સુધીમાં જિલ્લામાં 1216 કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 812 અને શહેરી વિસ્તારમાં 404 કેસ નોંધાયા છે.

વય મર્યાદાની દ્રષ્ટિએ જોઈએ તો જિલ્લામાં 45 વર્ષથી વધારે વયના 380 દર્દી થયા છે, સામે 45 વર્ષથી નાની વયમાં આંકડો 836 થયો છે. એટલે કે 69 ટકા નાની વયના અને 31 ટકા દર્દી મોટી વયના છે. વિસ્તારની દ્રષ્ટિએ 67% દર્દી ગ્રામ્ય જ્યારે 33 ટકા દર્દીઓ શહેરી વિસ્તારમાં છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ અને નાની વયના દર્દીઓની તુલના કરીએ તો 2.05 ટકા દર્દી ગ્રામ્ય વિસ્તાર કરતા નાની વયના વધારે છે.

તારીખનાનામોટાકુલશહેરીગ્રામ્ય
3 મે70471124666
2 મે1045015441113
1 મે100551556689
30 એપ્રિલ1465620236166
29 એપ્રિલ1406320389114
28 એપ્રિલ1285218044136
27 એપ્રિલ1386221082118
કુલ8363801216404812
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો