તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:પાટણના વોર્ડ નં-4માં રોડ રસ્તાની તકલીફ નથી, પણ કચરા પેટી ના મુકાતાં પરેશાની

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાવીરનગર પાસે કચરાના ઢગમાં રખડતી ગાયોનો જમેલો. - Divya Bhaskar
મહાવીરનગર પાસે કચરાના ઢગમાં રખડતી ગાયોનો જમેલો.
  • પાણી આવે છે પણ દૂષિત, ભૂગર્ભ ગટરો ઉભરાય છે, વરસાદી પાણી ભરાઈ રહે છે.

પાટણના આદર્શ-ટીબી સર્કલ વોર્ડ તરીકે ઓળખાતા વોર્ડ નંબર-4માં કેટલોક વિસ્તાર જુનો શહેરી વિસ્તાર છે. અને મોટાભાગનો સોસાયટી વિસ્તાર આવેલો છે. શહેરની ટીપી સ્કીમ એક પણ આ વિસ્તારમાં આવી જાય છે. કેટલાક પોશ વિસ્તાર પણ આવી જાય છે. અહીં રોડ રસ્તા માટે કોઈ તકલીફ નથી પરંતુ સફાઈ, પાણી, ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા લોકોને પજવી રહી છે. અહી કચરા પેટીઓ ન હોવાથી કોઈ કચરો ઉઠાવતું નથી. છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવી રહ્યું હોવાથી લોકોમાં બીમારી ઘર કરી રહી છે તેવો રોષ પણ લોકોએ વ્યક્ત કર્યો હતો. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કાર્યવાહી થઇ નથી તેમ સ્થાનિકોએ કહ્યું હતું.

નોંધનીય છે કે વર્ષ 2015ની પાલિકાની ચૂંટણીમાં આ વોર્ડમાં બે બેઠકો કોંગ્રેસે મેળવી હતી. એક બેઠક ભાજપને મળી હતી. જ્યારે એક બેઠક પર અપક્ષ તરીકે લડેલા મહિલા ચૂંટાઈ આવ્યા હતા. અપક્ષ મહિલા પાછળથી કોંગ્રેસમાં જતા રહ્યા હતા. જયારે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બાબુભાઈ માસ્તર રાજીનામું આપી દેતાં પેટા ચૂંટણીમાં ભાજપના મહેશભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. એટલે છેલ્લે બે બે બેઠકો ભાજપ અને કોંગ્રેસમાં થઈ ગઈ હતી.

કચરો જ્યાં ત્યાં વિખેરાય છે.
શહેરના આદર્શ ત્રણ રસ્તા નજીક આવેલ સપના એપાર્ટમેન્ટ અને ખેમ પ્લાઝાના રહીશ રસીલાબેન પટેલ અને ભગવતીબેન સોની જણાવ્યા મુજબ ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તકલીફ પડે છે. કોમન પ્લોટમાં પણ પાણી ભરાતા પાર્કિંગ કરાતા વાહનોને પણ નુકસાન થાય છે. સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે વાહનોના કવર જેવી ચીજો પણ ચોરાઈ જાય છે. ગાયો અને આખલાનો પ્રશ્ન છે. પાલિકા દ્વારા કચરા પેટી મુકાઈ ન હોવાથી પવનમાં કચરો જ્યાં-ત્યાં વિખરાઈ જાય છે. મહાવીર સોસાયટી સામે પિતાંબર રોડ પર ચોમાસામાં પાણી ભરાઇ જાય છે.

વોર્ડ નંબર 4નો વિસ્તાર : આદર્શ સ્કૂલ વિસ્તાર, કોલેજ રોડ વિસ્તાર, રેલ્વે વિસ્તાર, પાયલપાર્ક, ડીસા ત્રણ રસ્તા, પિતાંબર રોડ, રળિયાતનગર, મહાવીરનગર, નંદનવન ,રાજમહેલ રોડ પારેવા સર્કલ, ભગવતી સોસાયટી.

દુષિત પાણીથી લોકો રોગથી પીડાય છે
વાળીનાથ ચોકમાં રહેતા છગનભાઈ દેસાઈ ભૂવાજીએ જણાવ્યું કે ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત આવી રહ્યું હોવાથી લોકોમાં ઝાડા ઉલટીની બીમારી ચાલી રહી છે. રજૂઆત કરતાં નિરાકરણ આવ્યું નથી. જ્યારે જયશ્રીબેન જોશીએ જણાવ્યું કે પાણી ખરાબ આવતું હોવાથી પૈસા ખર્ચીને બહારથી મંગાવવા પડે છે .

ચારેય બેઠકો સામાન્ય
વોર્ડ નંબર ચારમાં પ્રથમ બે બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત છે. જ્યારે બીજી બેઠકો સામાન્ય કેટેગરીમાં બિન અનામત છે.

વોર્ડ-4ના મતદારો
પાટણ શહેરના વોર્ડ નંબર ચારમાં વર્ષ 2015માં યોજાયેલી ચૂંટણીમાં 58 .72 ટકા મતદાન થયું હતું. જેમાં 61.14 ટકા પુરુષ અને 56.19 ટકા સ્ત્રી મતદાન હતુ. ચાલુ સાલે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં 4893 પુરુષ અને 4406 સ્ત્રી મતદારો મળી 9489 મતદારો નોંધાયેલા છે. ગત 2015 વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં આ મતદારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

છેલ્લા એક વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાય છે.
વોર્ડ નંબર-4ના રહીશ કરણભાઈ પટેલે જણાવ્યું કે પાયલ પાર્કથી વ્રજધામ જતા રસ્તા પર એક વર્ષ કરતા વધુ સમયથી ભૂગર્ભ ગટર ઉભરાય છે. અને રોડ ઉપર ગંદુ પાણી ભરાઇ રહે છે. જેના લીધે રોડ પણ તૂટી ગયો છે. આ સિવાય સફાઈ સમયસર થતી નથી અને કચરાના ઢેર જામેલા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો