તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • There Is No Need To Be Afraid Of Fungal Diseases. The Cases Of Fungus Are Not Even Five Percent Of The Total Cases Of Corona

​​​​​​​કોરોના પછી ફંગસ ના કેસમાં વધારો:ફંગસની બીમારીથી ડરવાની જરૂર નથી ફંગસના કેસ કોરોનાના કુલ કેસ કરતા પાંચ ટકા જેટલા પણ નથી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓકટોબર અંત સુધીમાં ત્રીજી લહેર આવવાની શક્યતા નકારી શકાતી: તબીબો

પાટણ શહેર અને જિલ્લામાં કોરોના ના કેસો ખૂબ જ ઘટી રહ્યા છે પરંતુ મ્યુકર માઇકોસીસના કેશો છેલ્લા તબક્કામાં વધવાના કારણે લોકોમાં ડર પેદા થયો છે અને બિલકુલ સાજા લોકો પણ આશંકિત થઈને દવાખાને પહોંચી રહ્યા છે જોકે લોકોએ ડરવાની જરૂર નથી કેમ કે ફંગસ ની બીમારી કોરોના કુલ કેસ કરતા પાંચ ટકા જેટલી પણ નથી વધુમાં કોરોના ની બીજી લહેર હવે પૂરી થઈ રહી છે પરંતુ આગામી ઓકટોબર અંત સુધીમાં ત્રીજી લહેર આવવાની શક્યતા નકારી શકાતી નથી એવું મત પાટણના તબીબોએ વ્યક્ત કર્યો હતો તેમજ ત્રીજી લહેરમાં થી બચવું હશે તો સો ટકા વેક્સિનેશન થવું જરૂરી છે તેવી સલાહ પણ આપી છે.

કોરોના પછી ફંગસ ના કેસ વધતા સામાન્ય ફોડકી થઈ હોય તો પણ લોકો ડરી રહ્યા છે ખર્ચ પણ વધારે થતો હોય તેના લીધે લોકો ચિંતા કરે છે. દર્દીઓ વહેમ કાઢવા માટે ડોક્ટર પાસે જઈ રહ્યા છે તેમ ધારપુરના ડો.બિપિન પટેલે જણાવ્યું હતું.

ઓક્ટોબરમાં ત્રીજી લહેરની શક્યતા છે : તબીબો
હાલમાં કોરોના ની બીજી લહેર પૂરી થવામાં છે અને કેસ ઘટી રહ્યા છે જોકે તેમ છતાં સંપૂર્ણપણે વાયરસ નાશ પામી જતો નથી અને છૂટાછવાયા કેસો ચાલતા રહે છે જે વાતાવરણ અને હવામાન પરિવર્તન સાથે ફરીથી જીવંત થઇ જાય છે હાલમાં સરકારી અને ખાનગી ઓપીડી નહિવત બની છે તેમાં પણ ૧૦ થી ૧૫ ટકા કેસ કોરોના ફોલોઅપ ના આવી રહ્યા છે જોકે સો ટકા વેક્સિનેશન ત્રીજી લહેર થી બચવા માટે જરૂરી છે અને સંભવત આગામી ઓક્ટોબરના અંત સુધીમાં દિવાળી પહેલાં ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા છે આ માટે તહેવારોમાં પણ સાચવવું પડશે તેમ ધારપુર સિવિલ કોવિડ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર સંદીપ પટેલ તેમજ ખાનગી તબીબ ડો.વિષ્ણુ ગોસ્વામીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...